ગાય આધારિત એટલે કે પ્રાકૃતિક ખેતી કરવાથી વરસાદી પાણી જમીનમાં ખૂબ જ ઊંડે સુધી ઉતરે છે - At This Time

ગાય આધારિત એટલે કે પ્રાકૃતિક ખેતી કરવાથી વરસાદી પાણી જમીનમાં ખૂબ જ ઊંડે સુધી ઉતરે છે


ગાય આધારિત એટલે કે પ્રાકૃતિક ખેતી કરવાથી વરસાદી પાણી જમીનમાં ખૂબ જ ઊંડે સુધી ઉતરે છે

રાજકોટ ગાય આધારિત એટલે કે પશુ આધારિત પ્રાકૃતિક ખેતી કરવાથી વરસાદી પાણી જમીનમાં ખૂબ જ ઊંડે સુધી ઉતરે છે અને દરેક જીવોનાં આરોગ્યને ખૂબ ફાયદો થાય છે. એક જમાનો હતો કે લોકોની ભૂખની જરૂરિયાત સંતોષવા માટે કે જમવા માટે શરીર નિરોગી હતા ત્યારે લોકોને જમવા મુશ્કેલીથી મળતું હતું આજે દિવસે આધુનિક સંશોધન થયું તેમાં આપણે ખરેખર આપણા પોતાના શરીર અને સૃષ્ટિ પરના સર્વે જીવોનું વિચાર્યા વિના બસ આધુનિકતા તરફ આગળ જ વધતા રહ્યા છીએ. આજે માણસની ખરીદ ક્ષમતા ઘણી બધી વધી ગઈ છે પણ ઝેરી દવા અને કેમિકલ ખેતીમાં ઉપયોગ થવાથી સૌથી પહેલા તો ધરતી નિર્ગુણી એટલે કે વાંઝણી બની ગઈ હોય તેવી હાલત બની ગઈ છે, કારણ કે જે જમીનની ફળદ્રુપતા હોવી જોઈએ તેના બદલે આજે એક થી દોઢ ઇંચ વરસાદ પડે તો પણ ખેતરમાંથી ઝાઝા ભાગનું પાણી બહાર નીકળી જતું હોય છે જ્યારે પ્રાકૃતિક ખેતી કરવામાં આવે એટલે કે પશુ આધારિત ખેતી કરવાથી જમીનની અંદર પોષણ તત્વો જળવાઈ રહે છે. અનેક જીવો જમીનની અંદર હોય તે ખેતીને પોચી રૂ જેવી રાખે છે તેનાથી વરસાદ પાંચથી સાત ઇંચ પડે તો પણ બધું પાણી જમીનમાં ઉતરી જાય છે તેનાથી જમીનના તળમાં પાણીનું ભેજ જળવાઈ રહે છે અને ઊંડે સુધી પાણી જમીનમાં સંગ્રહ થાય છે વરસાદી મીઠા પાણીથી ખેતીના ઉત્પાદનો દવા અને ખાતર વિના ઝેર મુક્ત બને છે. સૌથી ઉત્તમ જો કામ હોય તો સૌથી પહેલા વરસાદી પાણીની સંગ્રહ શક્તિ વધે તે છે અને ખેત ઉત્પાદનમાં ઝેર ન હોવાથી સૃષ્ટિ પરના સર્વે જીવો નીરોગી રહે છે.આજે લોકો પાસે ખાવા માટે રૂપિયા છે પણ ખાવા લાયક વસ્તુ નથી મળતી અને જ્યારે ખાવા લાયક વસ્તુ મળે ત્યારે માનવ શરીર ખાવા લાયક નથી રહેતું. આ જ સોલ્યુશન માટે રાજકોટમાં તારીખ 12, 13 અને 14 શુક્ર, શનિ અને રવિવારના રોજ કાલાવડ રોડ આત્મીય કોલેજ ખાતે ‘ઓર્ગેનિક ખેડૂત હાટ’નું આયોજન થયેલું છે તેમાં શહેરમાં વસતા લોકોએ ફેમિલી ડોક્ટર નહીં પણ ફેમિલી ખેડૂત રાખવા માટેનો સરસ એક રસ્તો છે જેનાથી આપણા પરિવારને સંપૂર્ણ નિરોગી રાખવા માટે દરેક પ્રકારના અનાજ, કઠોળ, શાકભાજી, ફ્રુટ તેમજ અન્ય ખેત ઉત્પાદનો મળી રહે તેવી સુંદર વ્યવસ્થા કરેલ છે તો વધુમાં વધુ લોકો આ ઉત્પાદન ખરીદી કરી પોતાનો પરિવાર નિરોગી રાખે એ સાથે સૃષ્ટિ પરના સર્વે જીવોની રક્ષા થાય. ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થાય અને પ્રાકૃતિક ખેતી તરફ વળે તો વરસાદનું શુદ્ધ પાણી વધુમાં વધુ જમીનમાં ઉતરે અને સંપૂર્ણ પ્રકૃતિની રક્ષા થાય તેવી પ્રકૃતિ પ્રેમી દિનેશ પટેલની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.