જસદણમાં ચિતલીયા રોડ સરદાર ચોક પાસે બે વ્યકિતની અટકાયત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/2yrcg1xyujvcznxt/" left="-10"]

જસદણમાં ચિતલીયા રોડ સરદાર ચોક પાસે બે વ્યકિતની અટકાયત


જસદણમાં ચિતલીયા રોડ સરદાર ચોક પાસે બે વ્યકિત મોટરસાયકલ લઇ આવતા જતાં રાહદારીઓને ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ભયજનક રીતે અને અકસ્માત સર્જાય તે રીતે રાખતા પોલીસે બંનેને બોલાવી પૂછતાજ કરતા જેઓએ તેનું નામ જુનેદભાઈ આરીફ ભાઈ પરીયાણી ઉંમર વર્ષ 25 ધંધો મજૂરી જે ગેબનશા સોસાયટી શેરી નંબર 2 માં રહે છે તેમજ બીજાનું નામ રોનકભાઈ રાજેશભાઈ પરમાર ઉંમર વર્ષ 18 પોલારપર રોડ ગજાનંદ રેસીડેન્સી માં રહે છે ત્યારે બંને સમયે અને રાહદારીઓને ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે હોન્ડા કંપનીનું વાહન રાખતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]