બગોદરા પોલીસ સ્ટેશન માં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી - At This Time

બગોદરા પોલીસ સ્ટેશન માં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી


બગોદરા પોલીસ સ્ટેશન માં નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી પોલીસ સ્ટાફ ના પરિવારે પણ મહોત્સવમાં ભાગ લીધો આજરોજ બાવળા તાલુકાના બગોદરા પોલીસ સ્ટેશનમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી
બગોદરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર જી.કે ચાવડા તથા પોલીસ સ્ટાફ અને હોમ ગાર્ડ, ટી.આર.બી અને જી.આર.ડી ના જવાનોએ અને તેઓના પરિવારે પણ આ નવરાત્રિ મહોત્સવ માં ગરબાની રમજટ બોલાવી હતી
સામાન્ય રીતે પોલીસ, હોમગાર્ડ જી.આર.ડી. અને ટી.આર.બી. જવાનોને પોતાની દૈનિક ફરજ તેમજ સમયાંતરે આવતાં તહેવારોના અને વી.વી.આઈ.પી. બંદોબસ્તના કારણે પરિવાર સાથે સમય વિતાવવાનો ખૂબ જ ઓછો અવસર મળતો હોય છે અને આવી પરિસ્થિતિમાં ઘણી વખત કર્મચારીઓ માનસિક તણાવ અનુભવતા હોય છે. જેથી અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના કર્મચારીઓનો પરિવાર પણ નવરાત્રીનો તહેવાર સારી રીતે માણી શકે તે માટે પોલીસ લાઈનો માં ગરબાનો કાર્યક્રમ યોજવા માટે પોલીસ અધિક્ષક શ્રી અમિત વસાવા સાહેબે સૂચનાઓ આપેલ. જે અન્વયે બગોદરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી. કે. ચાવડા દ્વારા બગોદરા પોલીસ લાઇન ખાતે પોલીસ, હોમગાર્ડ, જી.આર.ડી. અને ટી.આર.બી. જવાનોને તા.૨૦/૧૦/૨૩ ના રોજ સહ પરિવાર બોલાવી ગરબા અને જમણવારનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો
અને છેલ્લે માતાજી ની આરતી કરી પ્રસાદ લઈને છુટા પડ્યા હતા

રીપોર્ટર. મુકેશ ધલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.