ભેસાણ તાલુકાના ખંભાળિયા ગ્રામ પંચાયત ના કામોમાં અને અન્ય ગામોમાં ખુબજ મોટા પ્રમાણમાં ભ્રસ્ટાચાર ની આશંકા - At This Time

ભેસાણ તાલુકાના ખંભાળિયા ગ્રામ પંચાયત ના કામોમાં અને અન્ય ગામોમાં ખુબજ મોટા પ્રમાણમાં ભ્રસ્ટાચાર ની આશંકા


ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામમાં તથા ભેસાણ તાલુકાના અન્ય ગામોમાં મેંદપરા, પાટલા, બામણગામ, માંડવા વગેરેના ગામોમાં મોટા પ્રમાણમાં ભ્રસ્ટાચાર થયેલ છે ખંભાળિયા ગામમાં ચાલતા ગટર તથા પેવરબ્લોક ના કામમાં તથા વાડીના વિસ્તાર માં જતા રસ્તા ઉપર આવતા પુલમાં ખુબજ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે
જેમાં ખરાબ મટીરીયલ, નબળી ગુણવતા વાળા પેવર બ્લોક તથા પેવર બ્લોક ના કામમાં ગ્રીટ ની જગ્યાએ વાડીએ જવાનાં રસ્તામાંથી ભરેલ માટી વાપરવામાં આવેલ છે તથા તાલુકાના મેંદપરા માં ચાલતા કામોમાં જેમાં ત્રણ પુલીયા બનાવવામાં આવેલ છે જેમાં તલાટી મંત્રી તાલુકા પંચાયત એન્જીનીયર જાલા તેમજ એટીવીટી ના એન્જીનીયર મકવાણા તેમજ તાલુકા વિકાસ અધિકારી ભાવસાર સાહેબ ની માથાભારે કોન્ટ્રાકટર સાથે મીલીભગત છે
આ તમામ કામોની લેખિત તથા મૌખિક અનેક વખત રજુવાતો કરવા છતાં પણ તંત્ર આખુ બીચનીય બેઠું છે આ સમગ્ર મામલે રજુવાત કરતા ભેસાણ તાલુકા પંચાયત ના પૂર્વ ન્યાય સમિતિ ના ચેરમેન અરજણભાઈ સોલંકી એ લેખિત તથા મૌખિક રજુવાત કરેલી છે
આવનાર દિવસોમાં જો કોઈપણ કાર્યવાહી કરવામાં નહિ આવે તો ના છૂટકે સમાજ ને સાથે રાખી ને આપની કચેરીએ ઉપવાસ ઉપર બેસવા ની અમારી તૈયારી પણ છે તેમજ તાલુકાના લગભગ ગામોમાં માથાભારે કોંટ્રાક્ટર દ્વારા ખુબજ મોટા પ્રમાણમાં ભ્રસ્ટાચાર કરવામાં આવેલ છે. આ ભ્રસ્ટાચાર માં ડીડીઓશ્રી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સ્થળ ખરાઈ કરવામાં આવે અને આ તમામ કામોના સેમ્પલ લઈને સરકારી લેબ માં રિપોર્ટ કરવામાં આવે અને સ્થળ ઉપર કામ જોવામાં આવે તો ભેસાણ તાલુકાના ગામડાઓમાં કરોડો રૂપિયાનો ભ્રસ્ટાચાર નજરે ચડે તેવી પુરેપુરી શક્યતા છે.
તથા આ ભ્રસ્ટાચારમાં તાલુકા વિકાસ અધિકારી ને લેખિત તથા મૌખિક ફરિયાદ આપેલ છે અને અમને પુરેપુરી શંકા અને દહેશત છે કે આ ભ્રસ્ટાચાર માં સામેલ તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન જે પોતે તમામ ગામોની અંદર કામ કરે છે તથા પોતાના દીકરાના નામે કોઈપણ પ્રકાર ના gst વગરના બીલો રજુ કરે છે જેમાં આ ખુબજ મોટા પ્રમાણમાં ભ્રસ્ટાચારના પળદાફાસ્ટ માં આ માથાભારે માણસ દિલુભાઈ દેવાયતભાઈ વાંક દ્વારા અમારી ઉપર હુમલો પણ કરે તેવી અમને પુરેપુરી શંકા અને દહેશત છે તથા જે આ ભ્રસ્ટાચારમાં તપાસ કરવામાં આવે તો ઘણા બધા લાલબાબુ ઓના નામ પણ ખુલે તેવી શક્યતાઓ છેઆ તમામ ભ્રસ્ટાચાર સામે ગામ મેંદપરા ના અરજદારશ્રી એ પણ અરજી કરેલ હોઈ જેમાં કલેક્ટર, ડીડીઓ, તેમજ gst કમિશન તેમજ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને લાગુ પડતી ગ્રામ પંચાયત ને અરજી કરેલ છે
જેની તપાસ કાયદાના ધારાધોરણ મુજબ તપાસ કરવામાં આવેતો ભેસાણ તાલુકામાં કરોડો રૂપિયા નો ભ્રસ્ટાચાર ખુલે એમ છે તો સમગ્ર તંત્ર ને અમારી તપાસ કરવાની અરજ છે

ભેસાણ રિપોર્ટર... કાસમ હોથી
મો. 9913465786


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.