અરવલ્લી: ભિલોડા તાલુકાના અણસોલ ગામે પાણીમાંથી નીકળી અંતિમયાત્રા - At This Time

અરવલ્લી: ભિલોડા તાલુકાના અણસોલ ગામે પાણીમાંથી નીકળી અંતિમયાત્રા


ભિલોડા તાલુકાના અણસોલ ગામે પાણીમાંથી અંતિમયાત્રા નીકળી હતી. સ્મશાન જવાના રસ્તે ગોઠણ ડુબ પાણી ભરાયેલા હોવાથી ડાઘુઓને નનામી પાણીમાં ચાલી લઈ જવી પડી હતી. દર વર્ષે ચોમાસામાં અહીં આ જ પ્રકારે નદીના પાણી ભરાઈ જાય છે, પરંતુ તંત્ર કંઈ કરતું નથી. અણસોલ ગામેથી તંત્રની ઘોર બેદરકારી નો પુરાવો આપતા દ્રશ્યો સામે આવ્યા છે. ગામમાં સ્મશાન જવાના માર્ગ પર મેશ્વો નદીના પાણી ફરી વળતા પાણીમાંથી અંતિમયાત્રા કાઢવાની ફરજ પડી હતી. ગામ લોકોના કહેવા મુજબ ગામમાં ફક્ત આ વર્ષે જ નદીના પાણી ફરી વળ્યા એવું નથી દર વર્ષે આ જ પ્રકારે ગામના રસ્તાઓ સુધી નદીના પાણી ફરી વડે છે અને પૂરની સ્થિતિ સર્જાય છે જેને લઈને ગામ લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. દર વર્ષે પાણી ભરવાની સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ વ્યવસ્થા કરવામાં આવતી નથી. તંત્ર દ્વારા આ લોકોને જાણે ભગવાન ભરોસે છોડી દેવાયા હોય તેવું આ દ્રશ્ય પરથી લાગી રહ્યું છે. મોટા મોટા વિકાસના દવાઓની પુલ ખોલતી આ વાસ્તવિકતા ની આ દ્રશ્યો ચાડી ખાઈ રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.