પરીવહન પોર્ટલ માં ઓનલાઇન પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ, વાહનો બ્લેકલીસ્ટ કરવામાં આવ્યા નથીઅમરેલી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીની સ્પષ્ટતા - At This Time

પરીવહન પોર્ટલ માં ઓનલાઇન પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ, વાહનો બ્લેકલીસ્ટ કરવામાં આવ્યા નથીઅમરેલી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીની સ્પષ્ટતા


પરીવહન પોર્ટલ માં ઓનલાઇન પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ, વાહનો બ્લેકલીસ્ટ કરવામાં આવ્યા નથીઅમરેલી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીની સ્પષ્ટતા

છેલ્લા અમુક દિવસોથી સમાચારો પ્રસિધ્ધ થઇ રહ્યા છે કે, રાજ્યમાં અઢી વર્ષમાં ખરીદી કરવામાં આવેલા વાહનો બ્લેક લીસ્ટ કરવામાં આવ્યા. તે બાબતે અમરેલી જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં હકીકત જણાવી છે. એપ્રિલ-૨૦૨૧માં સેન્ટ્રલ મોટર વ્હીકલ રુલ્સ-૧૯૮૯માં થયેલ ટેમ્પરરી રજીસ્ટ્રેશન ફી નો સુધારો એન.આઈ.સી. દ્વારા કરવામાં આવ્યો તે બાબતનું અમલીકરણ Parivahan Portal માં બાકી હતુ, હકીકતે Parivahan Portal માં વાહનો બ્લેક લીસ્ટ કરવામાં આવ્યા નથી. તા.૦૧.૦૪.૨૦૨૧ થી તા.૨૪.૦૫.૨૦૨૩ સુધી નોંધાયેલા વાહનોને સેવા મેળવતા પૂર્વે લોક લગાવવામાં આવે છે. વાહન માલિક તફાવતની રકમ ભરપાઇ કરી શકે તે હેતુથી એન.આઇ.સી. દ્વારા Parivahan Portalમાં ઓનલાઇન પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ વાહનોમાં જ્યારે વાહન માલિક તેઓના વાહન સંબંધિત કોઈપણ સેવા મેળવવા માંગતા હોય તે સમયે પોર્ટલ પર તેઓને તફાવતની રકમ ભરપાઈ થઈ શકે તેનો સંપૂર્ણ ફ્લો પણ સામેલ છે તથા તફાવતની ભરપાઈ કરવા પાત્ર રકમ પણ આપમેળે પોર્ટલમાં ડિસ્પ્લે થઈ જાય છે. વાહન માલિક પરિવહન પોર્ટલ પર Vahan Service – tax / fee Service – Audit Recovery Fee પર જઈ તફાવતની ફી ઓનલાઈન ભરપાઈ કરી શકે છે અને ફી ભરપાઈ થયેથી તુરંત પોર્ટલ દ્વારા આપમેળે વાહન પર મૂકવામાં આવેલ લોક હટાવી લેવામાં આવે છે. આ માટે અરજદારને ઓનલાઇન સુવિધા મળી રહેતી હોય આ અંગેની કામગીરી બાબતે અરજદારે જે-તે સ્થળ પર જવાની આવશ્યકતા રહેતી નથી, તેમ અમરેલી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.