લુણાવાડા જીલ્લા સેવા સદન રોડ ખાતે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનનું વેચાણ કરવામાં આવ્યું - At This Time

લુણાવાડા જીલ્લા સેવા સદન રોડ ખાતે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનનું વેચાણ કરવામાં આવ્યું


ઘણા લાંબા સમયથી રાજ્યના ખેડૂતો પોતાની ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ કરતા આવ્યા છે. પરિણામે માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર વિપરીત અસરો જોવા મળે છે. જેને લઈ રાજ્યપાલશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વાળવાનો પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યું છે.ત્યારે
મહીસાગર જિલ્લાના ખેડૂતોને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વિશેષ કામો હાથ ધરવામાં આવે છે. આ માટે ખેડૂતોનો પ્રાકૃતિક પેદાશોનું વેચાણ થઈ શકે અને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે ખેડૂતોને જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ સંકલન કરી આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરએ વેચાણ વ્યવસ્થા માટે ખેડૂતોને પ્રાકૃતિક પેદાસનો યોગ્ય વેચાણનું સ્થળ મળી રહે અને વિશેષ બજાર મળી રહે તે માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા.જે અંતર્ગત આજ રોજ લુણાવાડા જીલ્લા સેવા સદન રોડ ખાતે જિલાના દરેક તાલુકામાંથી આવેલ ખેડૂતો તેમની પ્રાકૃતિક પેદાશો ને લઇ સ્ટોલનું આયોજન આત્મા મહીસાગર દ્વારા કરવામાં આવ્યું જેની જિલ્લા કલેકટર નેહા કુમારી અને જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ એ મુલાકાત લઇ ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.આ વેચાણ વ્યવસ્થામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી પકવેલી શાકભાજી અને ખરીફ સીઝનમાં પકવેલા ડાંગર,મકાઈ,બાવટો તેમજ વિવિધ કઠોળનું પણ વેચાણ કર્યું હતું. આ રીતે હવે થી જિલ્લામાં અઠવાડિયામાં એક દિવસ તમામ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પ્રાકૃતિક ખેતી ના ઉપજનો વેચાણ શરૂ કરવામાં આવનાર છે.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.