માળીયા હાટીનામાં શિક્ષક દિન નિમિત્તે પત્રકારો તેમજ મામલતદાર શ્રી , પીએસઆઇનું સન્માન સમારોહ નું રંગે ચંગે આયોજન કરતી ગિરનાર મીડીયમ ઈંગ્લીશ સ્કૂલ - At This Time

માળીયા હાટીનામાં શિક્ષક દિન નિમિત્તે પત્રકારો તેમજ મામલતદાર શ્રી , પીએસઆઇનું સન્માન સમારોહ નું રંગે ચંગે આયોજન કરતી ગિરનાર મીડીયમ ઈંગ્લીશ સ્કૂલ


માળીયા હાટીના શહેરની એક એવી શિક્ષણ સંસ્થાકે જે નામદાર આગાખાનની પ્રેરણાથી ચાલતી અને માત્ર શિક્ષણ જ નહીં બાળકોના સર્વાંગી વિકાસ સહિત શહેરના કોરાના કાળ જેવો સમય હોય કે બીજો કાઈ સામાજિક કાર્યક્રમમાં અગ્રેસર રહી સેવા આપતી ગિરનાર હાઈસ્કૂલ અને આગાખાન હોસ્ટેલ દ્વારા આજે
ગિરનાર મીડીયમ ઈંગ્લીશ સ્કૂલ ખાતે સ્કૂલ ના આચાર્ય અશોક સીંદ્દે દ્વારા માળીયા હાટીના તાલુકા ના પત્રકારો ની ઉમદા કામગીરી ને બિરદાવવા માટે ગિરનાર સ્કૂલ માં પત્રકારો નો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો આ સાથે મહેમાનો તરીકે પધારેલ માળીયા હાટીના માલતદાર શ્રી તેમજ શિક્ષણ વિભાગ ના બી આર સી સ્ટાફ તેમજ માળીયા હાટીના પીએસ.આઈ. બી .કે. ચાવડા અને પત્રોકારોનું પણ સાલ ઓઢાળી પુષ્પ ગુંચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું

આગાખાન હોસ્ટેલ દ્વારા આજે ડો સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મદિવસ શિક્ષક દિનની ઉજ્જવણી કરતા નાના નાના બાળકોને શિક્ષક બનાવીયા હતા અને આ બાળશિક્ષકોનું સન્માન કરેલ આતકે સંસ્થાના ચેરમેન નલિનભાઈ ભાણવડિયા પ્રિન્સિપાલ અશોક સીંદે ખેરુંનિશા સારંગવાલા તથા સ્ટાફ દ્વારા આતકે ઉપસ્થિત રહેલ મામલતદાર, બીઆરસી સ્ટાફ, ટી.પીઓ. અને પત્રોકારોની હાજરીમાં આ કાર્યક્રમ દરમિયાન સ્ફુલ ના બાળકો દ્વારા શિક્ષક દિવસ ની પણ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે બાળકો દ્વારા ડાન્સ અને મધુર ગીતો નો રજૂ કરી આવેલા મહેમાનો ને મંત્ર મુગ્ધ કરી દીધા હતા

આ તકે પત્રકારો દ્વારા સ્કૂલ તેમજ સ્કૂલ ના સ્ટાફ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.