બરડા પંથકમાં રંઝળ કરતો દીપડા ને તાત્કાલિક વેવસ્થા કરવામાં આવે તેવી માંગ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ સમિતિ ના કેશુભાઈ ઓડેદરા દ્વારા માંગ કરવામાં આવી - At This Time

બરડા પંથકમાં રંઝળ કરતો દીપડા ને તાત્કાલિક વેવસ્થા કરવામાં આવે તેવી માંગ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ સમિતિ ના કેશુભાઈ ઓડેદરા દ્વારા માંગ કરવામાં આવી


છેલ્લા ૪ થી ૫ દિવસથી બરડા ડુંગરમાંથી ચડી આવેલ દીપડો કિંદરખેડા, મોઢવાડા, કેશવ અને શીરાલી જેવા ગામડામાં રાત્રીના સમયે જોવા મળે છે અને સૌપ્રથમ ખાંભોદર ગામે ગૌવંશનું મારણ કરેલ હતુ ત્યારબાદ કિંદરખેડાના બસ - સ્ટેશન પાસે દેખાડો દીધો હતો અને કિંદરખેડા ગામે ભરવાડના ઘરે જઇ વાછરડીનું મારણ કરેલ હતું. કિંદરખેડા બે દિવસ પીંજરૂ મુકવામાં આવ્યું હતું. તે પિજરાથી દુર ભાગી બે દિવસ મોઢવાડામાં મારણ કરેલ છે. મોઢવાડામાં પીંજરૂ મુશ્કેલ ત્યાથી કેશવ બાજુ ભાગી ગયેલ હતો. આ દીપડો ગત દિવસમાં કેશવની સીમરાાળા પાસે જોવા મળેલ તો આ વાડી વિસ્તારમાં ઘણા પરપ્રાંતીય મજુરો રહેતા હોવાથી તેમજ સીમશાળાઓ ઘણી હોવાથી કોઇપણ બાળકોને અથવા માણસોને જાનહાનિ કરે તે પહેલા આપની કક્ષાએથી પકડવાની કામગીરી થાય તો યોગ્ય થશે.

ઉપરાંત આ દીપડો બઘાના કહેવા અનુસાર ત્રણ ચાર વાર પીંજરામાં આવી ગયેલ હોવાથી પીંજરાથી દુર જ ભાગે છે. તો આપની કક્ષાએથી કોઈ બીજો રસ્તો અપનાવી વહેલાસર પકડવામાં આવે તે માટે યોગ્ય કરવા નમ્ર વિનંતી છે.

આ ગ્રામ્ય વાડી વિસ્તારોમાં ઘણા ખેડુતોની મગફળી પાક ઉપર હોવાથી ભુંડ જેવી પ્રજાતિના ડરના હિસાબે જટકા મશીન મુકેલ છે, આ જટકા મશીન થી દીપડાને નુકશાન થાય તો આના માટે કોણ જવાબદાર ગણાશે ? અથવા કોઇ માનવહાનિ દીપડો કરશે તો એના માટે કોણ જવાબદાર ગણાશે ? તો આ બાબતે તાત્કાલ યોગ્ય પગલાં લેવા આપ સાહેબને નમ્ર વિનંતી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.