રાજકોટના પ્રદ્યુમનનગર, બેડી નાકા સબ ડિવિઝનમાંથી 98 વીજ ચોરો ઝડપાયા, 12.95 લાખનો દંડ ફટકારાયો - At This Time

રાજકોટના પ્રદ્યુમનનગર, બેડી નાકા સબ ડિવિઝનમાંથી 98 વીજ ચોરો ઝડપાયા, 12.95 લાખનો દંડ ફટકારાયો


PGVCL દ્વારા 2 દિવસમાં 32.81 લાખની વીજ ચોરી ઝડપી લેવામાં આવી છે. સોમવારે ખોખળદડ, વાવડી અને નાના માવા વિસ્તારમાં 39 ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોટા પાયે વીજ ચોરી ઝડપાઈ હતી. જેથી 19.86 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે આજે સતત બીજા દિવસે પીજીવીસીએલની ટીમ દ્વારા વહેલી સવારથી જ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્રદ્યુમનનગર અને બેડીનાકા સબ ડિવિઝન વિસ્તારમાં 37 ટીમોએ કરેલા ચેકિંગ દરમિયાન 12.95 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. સતત બે દિવસથી PGVCLની ટીમ વીજ ચેકિંગ કરી રહી હોવાથી વીજ ચોરોમાં પણ ફફડાટ ફેલાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.