વિસાવદરના સવાકરોડ ના મગફળી કૌભાંડમાં ફરિયાદ રદ કરવાની અરજી હાઇકોર્ટ ફગાવીહાઇકોર્ટના એડવોકેટ દીપલ રવૈયાની ધારદાર દલીલો - At This Time

વિસાવદરના સવાકરોડ ના મગફળી કૌભાંડમાં ફરિયાદ રદ કરવાની અરજી હાઇકોર્ટ ફગાવીહાઇકોર્ટના એડવોકેટ દીપલ રવૈયાની ધારદાર દલીલો


વિસાવદરના સવાકરોડ ના મગફળી કૌભાંડમાં ફરિયાદ રદ કરવાની અરજી હાઇકોર્ટ ફગાવીહાઇકોર્ટના એડવોકેટ દીપલ રવૈયાની ધારદાર દલીલોવિસાવદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વિસાવદરના તત્કાલીન યાર્ડના સત્તાધીશો દ્વારા રાજસ્થાનની મગફળી ખરીદી કરી ગુજરાતની મગફળીની જગ્યાએ રાજસ્થાન ની મગફળી ગોઠવી આશરે સવા કરોડ જેવી રકમનું કૌભાંડ આચરેલ હોવાની ફરિયાદ જે તે સમયે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી મુકેશભાઈ પાંચાભાઈ રિબડીયાએ ફરિયાદ દાખલ કરેલ હતી જે કામમાં નામદાર ગુજરાત હાઈકોર્ટેમાં આરોપીઓ તરફથી ફરિયાદ રદ કરવા માટે કાર્યવાહી કરવામાં આવેલ જેમાં ફરિયાદી મુકેશભાઈ રિબડીયા દ્વારા નામદાર હાઇકોર્ટ માં તેમના એડવોકેટ દીપલ રવૈયા દ્વારા રજુઆત કરવામાં આવેલ અને વિસાવદર કોર્ટમાં પણ આરોપીઓ દ્વારા આંક ૩૪ થી આજ સંબંધે અરજી કરી દાદ માંગવામાં આવેલ હોવાની રજુઆત કરવામાં આવેલ હતી જેથી આ કામના આરોપીઓ દ્વારા નામદાર હાઇકોર્ટમાં કરવામાં આવેલી ફરિયાદ રદ કરવાની અરજી પાછી ખેંચવાની ફરજ પડતા લાંબા કાનૂની વિવાદનો અંત આવેલ છે હવે આરોપીઓને ફરિયાદના કામમાં ડિસ્ચાર્જ કરવા કે કેમ તેનો નિર્ણય વિસાવદર કોર્ટમાં કરવામાં આવશે..
આ સમગ્ર કૌભાંડમાં સડોવાયેલ મુખ્ય આરોપી અને તત્કાલીન યાર્ડના ચેરમેન વિનુભાઈ હપાણી દ્વારા તલાટી મંત્રીને ભોળવી વિશ્વાસમાં લઇ જે લોકો એ મગફળી નું વાવેતર કરેલ ન હતું તેવા લોકોના રેવન્યુ રેકર્ડ લઈ તેમાં ખોટી નોંધો દાખલ કરાવેલ અને આવા ખેડૂતોના ખાતામાં આવેલ રકમ બારોબાર મેળવી લીધેલ હોવાનો આક્ષેપ પણ કેસમાં કરવામાં આવેલ અને તપાસ કરનાર પોલીસ અધિકારી દ્વારા વિસાવદર કોર્ટ,જુનાગઢ સેસન્સ કોર્ટ તથા હાઇકોર્ટમાં આ આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા તપાસ દરમિયાન મળી આવેલ હોય તેમજ મુખ્ય રોલ હોય તેમ કોર્ટમાં સોગંદ ઉપર જાહેર કરેલ હોવા છતાં પણ તેને રાજકીય ઈશારે તેમની વિરુદ્ધ પુરાવા મળતા નહિ હોવાથી તેમની સામે તે જ અધિકારી દ્વારા સમરી રિપોર્ટ રજૂ કરવામાં આવેલ હોય આ બાબતે પણ ફરિયાદ પક્ષ તરફથી કાનૂની પ્રતિકાર કરવામાં આવી રહ્યો છે આ કૌભાંડના કારણે છેલ્લી ત્રણ વિધાનસભા ની ચૂંટણીમાં ભાજપને ધોબી પછડાટ મળતો હોય અને પ્રજા તથા ખેડૂતો સતાથી વિમુખ થઈ રહિયા હોય ત્યારે લોકસભાની ચૂંટણીમાં પણ તેના છાંટા સતાધારી પક્ષને ઉડે તો નવાઈ નહિ

રિપોર્ટ હરેશ મહેતા
મુકેશ રીબડીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.