ગુજરાત સ્પોર્ટ ઓથોરિટી દ્વારા યોજાયેલ દોડ સ્પર્ધામા સમગ્ર રાજકોટમા ભડલી શાળાનં.2 ના 800 મીટર દોડમા બે વિદ્યાથી પ્રથમ આવી શાળા અને ગામનુ નામ રોશન કર્યુ - At This Time

ગુજરાત સ્પોર્ટ ઓથોરિટી દ્વારા યોજાયેલ દોડ સ્પર્ધામા સમગ્ર રાજકોટમા ભડલી શાળાનં.2 ના 800 મીટર દોડમા બે વિદ્યાથી પ્રથમ આવી શાળા અને ગામનુ નામ રોશન કર્યુ


(ભરત ભડણિયા દ્વારા)
ગુજરાત સ્પોર્ટ ઓથોરિટી દ્વારા યોજાયેલ યંગ ટેલેન્ટ સર્ચ અને DLSS સ્કૂલ પ્રવેશ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે બેટરી ટેસ્ટ માં શ્રી ભડલી પ્રા.શાળા નં.-૨ ના બાળકો એ જ્વલંત સફળતા મેળવતાં અંડર ૧૧ એઇજ ગ્રુપ માં ધોરણ ૫ માં અભ્યાસ કરતા સાકળીયા નવનીત ઘનશ્યામભાઈ એ માત્ર ૩ મિનિટ ૪૦ સેકંડ માં ૮૦૦ મીટર દોડ પૂરી કરી સમગ્ર જિલ્લા માં પ્રથમ ક્રમે આવી ને રેકોર્ડ બ્રેક સિદ્ધિ હાંસલ કરી છે.સાથે સાથે ધોરણ ૫ માં જ અભ્યાસ કરતી વિદ્યાર્થિની સરવૈયા પ્રિયંકા રાજેશભાઈ એ પણ અંડર ૧૧ એઇજ ગ્રુપ માં બહેનો ની ઇવેન્ટ માં પ્રથમ સ્થાન મેળવી શાળા, કુટુંબ અને સમસ્ત ભડલી ગામનું ગૌરવ વધારેલ છે.આ ઉપરાંત ૩૦ મીટર દોડ ,ગોળા ફેંક,૧૦૦ મીટર દોડ માં પણ બાળકો એ સારું એવું પ્રદર્શન કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.