20 જાન્યુઆરીથી વેરાવળ-બાંદ્રા ટ્રેનના નવાગઢ સ્ટેશન પર વધારાના સ્ટોપેજ માટે મળી પરવાનગી - At This Time

20 જાન્યુઆરીથી વેરાવળ-બાંદ્રા ટ્રેનના નવાગઢ સ્ટેશન પર વધારાના સ્ટોપેજ માટે મળી પરવાનગી


20 જાન્યુઆરીથી વેરાવળ-બાંદ્રા ટ્રેનના નવાગઢ સ્ટેશન પર વધારાના સ્ટોપેજ માટે પરવાનગી
રેલવે મંત્રાલયના આદેશ મુજબ, વેરાવળ-બાંદ્રા ડેઇલી એક્સપ્રેસ ટ્રેન (19218/19217)નું સ્ટોપેજ 20 જાન્યુઆરી, 2024થી પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના નવાગઢ સ્ટેશન પર શરૂ થવા જઇ રહ્યું છે. માનનીય સાંસદ પોરબંદર (લોકસભા) શ્રી રમેશભાઈ ધડુક 20.01.2024 (શનિવાર) ના રોજ નવાગઢ રેલ્વે સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવીને હોલ્ટનું શુભારંભ કરશે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમારના જણાવ્યા મુજબ, આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-
વેરાવળથી બાંદ્રા જતી ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ડેઇલી એક્સપ્રેસ ટ્રેનનો નવાગઢ રેલ્વે સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 13.42/13.43 કલાકનો રહેશે. એ જ રીતે, બાંદ્રાથી વેરાવળ જતી ટ્રેન નંબર 19217 બાંદ્રા-વેરાવળ ડેઇલી એક્સપ્રેસ ટ્રેનનો નવાગઢ રેલ્વે સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 03.57/03.58 કલાકનો રહેશે.
રેલ્વે મુસાફરો આ ટ્રેનના ઓપરેટિંગ સમય અને સ્ટોપેજને લગતા નવીનતમ અપડેટ્સ માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર પણ જોઈ શકે છે. તેવી યાદી માશૂક અહમદવરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમરેલવે‚ભાવનગર મંડલ જણાવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.