મોર ઉડારા ગામે વિવિધ વિકાસના કામોમા ગેરરીતી થઈ હોવાનુ તપાસમા બહાર આવતા પુર્વ સરપંચ અને હાલના સરપંચ સામે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોધાતા ચકચાર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/0lknwrkwvv6b2gdo/" left="-10"]

મોર ઉડારા ગામે વિવિધ વિકાસના કામોમા ગેરરીતી થઈ હોવાનુ તપાસમા બહાર આવતા પુર્વ સરપંચ અને હાલના સરપંચ સામે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોધાતા ચકચાર


શહેરા
ગુજરાત સરકાર દ્વારા ગામડાઓના વિકાસ માટે લાખો કરોડો રુપિયાની ગ્રાન્ટો ફાળવામા આવે છે. ગામડાનો માણસ સમૃધ્ધ બને તે દિશામા સરકારના પણ પ્રયત્નો રહેતા હોય છે. સરકારની ઘણી એવી સુખાકારી યોજનાઓ છે જેના થકી ગામડામા રહેતો ગ્રામીણ તેનો લાભ લઈ આર્થિક રીતે પગભર બની રહે છે. પરંતુ પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં મોર ઉડારા ગામમા તો સરપંચે અને પુર્વ સરંપચે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ મળતી ગ્રાન્ટોનુ ભોપાળુ ફુકી દીધુ છે.એક કરોડથી વધારે રકમ વિવિધ વિકાસના કામોમા ફાળવામા આવી હતી.તેમા ગેરરીતી કરી નાખી હોવાનો આક્ષેપ થયો છે. પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના મોર- ઉંડારા ગામે સરકારની વિવિધ વિકાસના કામોમાં 14મુ અને 15મુ નાણાપંચના તથા ગ્રામ પંચાયતના વિકાસના કામો મળીને કેટલાક કામો સ્થળ પર ન બતાવીને ગ્રાન્ટો ઉચાપત કરતા પુર્વ સરપંચ અને હાલના સરપંચ સામે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોધાતા ચકચાર મચી જવા પામી છે.
શહેરા પોલીસ મથકમાં નોધાયેલી ફરિયાદમા જણાવ્યા અનુસાર મોર ઉડારા ગામના પુર્વ સંરપચ સોમાભાઈ બાપૂજી પગી અને હાલના સરપંચ મહેશભાઈ સોમાભાઈ પગીએ 2015થી 2022-23 સુધી 14મા નાણાપંચના વિકાસના કામો, વિવેકાધીન જોગવાઈ,એટીવીટી વિકાસની જોગવાઈ,એમએલએ જોગવાઈ, નાકામોમા સરકાર દ્વારા ફાળવામા આવેલી રકમનો ઉપયોગ સ્થળ પર નહી કરીને ગેરરીતી આચરી ભષ્ટ્રાચાર કરવામા આવેલો હોવાનુ જણાવાયુ છે. આ મામલે એક તપાસ ટીમ બનાવામા આવી હતી.જેમા તપાસ કરતા વ્યાપક પ્રમાણમાં ગેરરીતી થઈ હોવાની વિગતો બહાર આવી હતી. જેમા 59 જેટલા સ્થળો પર કામ નહી કરીને ગ્રાન્ટોની કુલ રકમ 1,01,87000 કરોડ જેટલી રકમનુ ચુકવણુ કરવામા આવ્યુ હતુ. જેમા તે રકમની ગેરરીતી આચરી ભષ્ટ્રાચાર આચરવામા આવતા શહેરા તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ દ્વારા મોર ઉંડારાના પુર્વ સરપંચ સોમાભાઈ પગી અને હાલના સરપંચ મહેશભાઈ પગી સામે શહેરા પોલીસ મથકે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોધાવાઈ છે. આ મામલે પોલીસે ગુનો નોધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

મોર ઉંડારા ગામમાં સ્થળ પર કામો નહી થયા હોવાની ચોકાવનારી વિગતો
શહેરા તાલુકાના મોર ઉંડારા ગામના સરપંચ અને પુર્વ સંરપંચ દ્વારા કરવામા આવેલી ગેરરીતીના પગલે નોધાયેલી ફરિયાદના પગલે સમગ્ર શહેરા તાલુકામા ચકચાર મચી જવા પામી છે. આ ગેરરીતી મામલે એક તપાસ ટીમ દ્વારા સ્થળતપાસ કરવામા આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. તપાસમા અમુક જગ્યા તો કોઈ કામ કરવામા જ ન આવ્યા હોવાની વિગતો બહાર આવી હતી જેમ કે પોલીસ ફરિયાદમા જણાવાયુ છે કે નાણા પંચમા થયેલા વિકાસ કામોમા કામો થયા જ ન હતા જેમા જોવામા આવે તો હેન્ડ પંપ, સીસી રોડ,ગટરલાઈન,શૌચાલય, ગામ તળ સીસી રોડ઼,એપ્રોચ રોડ, પેવર બ્લોક ,ચેકવોલ,મીની પાણી પુરવઠા યોજના,કોતર પર ચેકવોલ જેવા કામો સ્થળ પર માલુમ પડેલ નથી હોવાની વિગતો પોલીસ ફરિયાદમા દર્શાવી છે.આમ જોતા માત્ર કામો કાગળ પર જ બતાવાયા હોવાનુ જણાઈ રહ્યુ છે. એમ કહી શકાય.

રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]