જસદણના જુના બસ સ્ટેશનમાં કોઈકનું મૃત્યુ લટકી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/0fpheivzwr64jtc7/" left="-10"]

જસદણના જુના બસ સ્ટેશનમાં કોઈકનું મૃત્યુ લટકી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે


જસદણના જુના બસ સ્ટેશનમાં કોઈકનું મૃત્યુ લટકી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે

આજ રોજ જસદણ આમ આદમી પાર્ટીની ટીમ જસદણ ના જૂના બસ સ્ટેશન ની મુલાકાત લીધી જેમાં લોકો તરફ થી ઘણી ફરિયાદો આ બાબતે આવતી હતી ત્યાં રૂબરૂ જઈને જોતા બસ સ્ટેશન ખખડધજ હાલત માં જોવા મળી હતી. આ બસ સ્ટેશનની છત સાવ પડે એવી જોખમી છે અને સ્લેપના સળીયા બાર દેખાય રહ્યા છે. ચોમાસા જેવી સિઝનમાં પાણી ઉપરથી ટપકે છે. આ બસ સ્ટેશનમાં અંદર ગંદકીના ઢગ છે. સરખી બેસવાની બેન્ચ ની પણ વ્યવસ્થા નથી. અહીંયા રોજ ઘણી બધા ગામડામાં થી ભણવા આવતા દીકરા દીકરી ને બેસવાની કે નીચે ઊભા રેવામાં પણ જીવનું જોખમ છે તેમજ આવારા તત્વો અંદર અડ્ડો જમાવી બેઠા હોય છે. જો આ સમસ્યાનું નિરાકરણ સરકાર દ્વારા નહી લાવવામાં આવે તો આમ આદમી જસદણ પાર્ટી ગામ લોકોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવું પાર્ટીનાં નેતાઓએ જણાવ્યું હતું.

Report Rasik visavaliya Jasdan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]