આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા A.S.I રઘુભાઈ ભલગામડીયા નોકરીમાંથી નિવૃત્ત થયા

આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા A.S.I રઘુભાઈ ભલગામડીયા નોકરીમાંથી નિવૃત્ત થયા


આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા A.S.I રઘુભાઈ ભલગામડીયા નોકરીમાંથી નિવૃત્ત થયા

રઘુભાઈ ભલગામડીયા (Mo : 9099979810) કે જેઓ મૂળ રાજકોટના આણંદપુર નવા ગામના છે અને કોળી સમાજમાં ઉછરીને મોટા થયા જેનું પૂરું નામ છે રઘુભાઈ નાગજીભાઈ ભલગામડીયા. જેઓએ પ્રાથમિક શિક્ષણ 1 થી 7 ધોરણ પોતાના જ ગામમાં લીધું તેમજ 8 થી 12 ધોરણ શિક્ષણ રાજકોટ ખાતે ગાંધી વિદ્યાલયમાં લીધું હતું. તેઓએ શિક્ષણ લઈ સફર પૂરી કરતા 1982 માં કોટડા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી ચાલુ કરી હતી અને સમય જતા તેઓએ ગોંડલ, જેતપુર, વાકાનેર અને મોરબી જેવા શહેરોમાં નોકરી કરી પોતાની ફરજ બજાવી ત્યાર બાદ હાલ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ પોલીસ સ્ટેશનમાં ASI ( આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર) તરીકે વય મર્યાદા પુર્ણ થતા નોકરીમાંથી નિવૃત્ત થયા છે. પોલિસ કર્મચારી તરીકે જેઓએ 39 વર્ષની પ્રસંશનીય સફર કરી ગત તારીખ ૨૦/૧ /૨૩ ના રોજ રાજકોટ પોલીસ હેડ કવાર્ટર ખાતે D.I.G. તેમજ S.P. ના વરદ્ હસ્તે રઘુભાઈ નાગજીભાઈ ભલગામડીયાને સન્માનિત કર્યા હતા તે બદલ સમગ્ર તેમના પરિવાજનો, સ્નેહીજનો, મીત્ર સર્કલ ગૌરવ અનુભવે છે અને શુભકામનાઓ પાઠવી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ
એટ ધીસ ટાઇમ ન્યુઝ જસદણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »