શાંતિ રક્ષાનું કામ ઘણું પડકારજનક છે, ભારતે કહ્યું- વિશ્વમાં અમારું યોગદાન સૌથી મોટું - At This Time

શાંતિ રક્ષાનું કામ ઘણું પડકારજનક છે, ભારતે કહ્યું- વિશ્વમાં અમારું યોગદાન સૌથી મોટું


ભારતે મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. ભારતે કહ્યું કે સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષાનું કામ વધુને વધુ પડકારરૂપ બની રહ્યું છે. તેથી સુરક્ષા પરિષદ આ દિશામાં જે રીતે કામ કરે છે તેની ફરી તપાસ થવી જોઈએ. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે કહ્યું, "યુએન સુરક્ષા પરિષદમાં શાંતિ રક્ષાના કામમાં, રાજકીય પ્રક્રિયા પર ધ્યાન ઓછું થઈ રહ્યું છે. રૂચિરા કંબોજે કહ્યું કે, શાંતિ રક્ષા માટે સુરક્ષા પરિષદની કામગીરીની સમીક્ષા કરવાની જરૂર છે. પીસકીપીંગ ઓપરેશનમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેને દૂર કરવાની જરૂર છે.

ભારતનું યોગદાન

કંબોજે કહ્યું કે, વિશ્વમાં શાંતિ રક્ષા કામગીરીમાં ભારતનું યોગદાન સૌથી વધુ છે. હાલમાં ભારતમાં 12 માંથી નવ ઓપરેશનમાં 5700 થી વધુ શાંતિ રક્ષકો તૈનાત છે, એમ તેમણે જણાવ્યું હતું. અત્યાર સુધીમાં ભારતના 177 શાંતિ રક્ષકોએ આ ઓપરેશન્સમાં સર્વોચ્ચ બલિદાન આપ્યું છે, જે વિશ્વના કોઈપણ દેશ માટે સૌથી વધુ છે.

વાસ્તવિક ધ્યેય જણાવવાની જરૂરિયાત

ભારતના સ્થાયી પ્રતિનિધિએ કહ્યું હતું કે, શાંતિ રક્ષા કામગીરીમાં શાંતિ સૈનિકોને સ્પષ્ટ અને વાસ્તવિક ધ્યેયો આપવાની જરૂર છે અને તે મુજબ તેમને સંસાધનો આપવા જોઈએ. કંબોજે કહ્યું કે જે દેશો પોલીસ અને સૈન્ય કર્મચારીઓને પીસકીપીંગ ઓપરેશનમાં મોકલે છે તે દેશો નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ ન હોય ત્યારે શાંતિ રક્ષકોને સૌથી વધુ નુકસાન થાય છે. તેમણે કહ્યું, આ સમસ્યાનો શક્ય તેટલો જલ્દી ઉકેલ લાવવો જોઈએ. "પીસકીપિંગ ઓપરેશન્સ એક સામૂહિક પ્રયાસ છે, તેથી ઓપરેશનના પ્રભાવનું મૂલ્યાંકન કરતી વખતે લશ્કરી કર્મચારીઓ, નાગરિકો અને નેતૃત્વ સહિત ઓપરેશનના તમામ ભાગોને ધ્યાનમાં લેવા જોઈએ,"


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.