રાજકોટના આટકોટમાં તસ્કરોનો ત્રાસ: એક સાથે ત્રણ દુકાનમાં કરી લુંટ - At This Time

રાજકોટના આટકોટમાં તસ્કરોનો ત્રાસ: એક સાથે ત્રણ દુકાનમાં કરી લુંટ


રાજકોટમાં આવેલ આટકોટ ખાતે અલગ અલગ ત્રણ દુકાને તસ્કરો ત્રાટક્યા હતા. આટકોટના સાણથલી ગામે ત્રણ તસ્કરોએ મળીને ત્રણ દુકાનમાં ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસમાં જાણ થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી ચોરીને પકડવા કામે લાગી અને ગણતરીની કલાકોમાં જ ત્રણેય તસ્કરોને પકડી પાડયા. તસ્કરોની પાસેથી કુલ ૩ મોબાઈલ સહિત ૨૬ હજારનો મદ્દામાલ કબ્જે કર્યા. ત્રણે તસ્કરોની પોલીસ દ્વારા ઉલટ તપાસ કરતા ત્રણેય તસ્કરો પર પહેલેથી જ ગુનો નોંધાયા હોવાનું સામે આવ્યુ છે. મળતી વિગત અનુસાર આટકોટના સાણથલી ગામે ત્રણ તસ્કરોએ સાથે મળી એગ્રોની દુકાન, કરિયાણાની દુકાન અને હિરાના કારખાનામાં તસ્કરી કરી હતી. જેની જાણ પોલીસમાં થતાં અને પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી કરી ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી ત્રણેયને ૨૬ હજારના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. તસ્કરોએ મળીને ટેબલ ફેન, ગેસનો બાટલો, દવા, સોપારી સહિત મુદ્દામાલની ચોરી કરી હતી અને તેમની પાસેથી ચોરી કરેલ ૩ મોબાઈલ પણ પોલિસે કબ્જે કર્યા છે. આ તસ્કરોની જાણ પોલીસને થતાં આટકોટ પોલીસ મથકના પોલીસ સ્ટાફે ૨૪ કલાકમાં જ ચોરીનો ભેદ ઉકેલી આરોપી બાબુ, સુભાષ તથા હરજીને ઝડપી લઈ તેની પાસેથી ગેસનો બાટલો, ટેબલ પંખો, સોપારી, તેલની બોટલ, ચા દવાની બોટલ, બિસ્ટોલ, ૩ મોબાઈલ બાઈક મળી કુલ રૂા.૨૬,૨૯૭નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.