પાકિસ્તાન સામે હાર ભારે પડશે? શું હજુ પણ એશિયા કપની ફાઇનલમાં પહોચી શકે છે ભારત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/%e0%aa%aa%e0%aa%be%e0%aa%95%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%a8-%e0%aa%b8%e0%aa%be%e0%aa%ae%e0%ab%87-%e0%aa%b9%e0%aa%be%e0%aa%b0-%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%ab%87-%e0%aa%aa/" left="-10"]

પાકિસ્તાન સામે હાર ભારે પડશે? શું હજુ પણ એશિયા કપની ફાઇનલમાં પહોચી શકે છે ભારત


એશિયા કપ-2022 હવે પોતાના સુપર-4 સ્ટેજમાં પહોચી ગયુ છે. 4 સપ્ટેમ્બરે રવિવારે સુપર-4ના મુકાબલામાં પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું હતું, જે બાદ હવે ફાઇનલ માટેની રાહ રસપ્રદ બની ગઇ છે. ભારતની સુપર-4માં આ પ્રથમ મેચ હતી, એવામાં શું ભારતીય ટીમ હજુ પણ ફાઇનલમાં પહોચી શકશે, તેની માટે આ સમીકરણ સમજવુ પડશે.

અત્યારે પોઇન્ટ ટેબલની શું છે સ્થિતિ

એશિયા કપ સુપર 4માં કુલ ચાર ટીમ છે, જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને અફઘાનિસ્તાનની ટીમ સામેલ છે. અત્યાર સુધી ચાર ટીમોએ 1-1 મેચ રમી લીધી છે અને પોઇ્ટ ટેબલની તસવીર સ્પષ્ટ થવા લાગી છે. પાકિસ્તાન અને શ્રીલંકા ટોપ-2માં છે, જેમણે 1-1 મેચ જીતી છે. જ્યારે ભારત ત્રીજા નંબર પર છે, અફઘાનિસ્તાન નંબર-4 પર છે.

શું ફાઇનલમાં પહોચી શકશે ભારત?

ભારતે સુપર-4માં શ્રીલંકા અને અફઘાનિસ્તાન સામે મેચ રમવાની છે. ટીમ ઇન્ડિયા જો બન્ને મેચ જીતી જાય છે તો તેનું ફાઇનલમાં પહોચવાનું નક્કી થઇ જશે, કારણ કે તેના ચાર પોઇન્ટ થશે અને ફાઇનલમાં ટોપ-2 ટીમ જ આગળ પહોચશે પરંતુ જો ભારતનું ખરાબ ફોર્મ રહ્યુ અને શ્રીલંકા અથવા અફઘાનિસ્તાને કોઇ ઉલટફેર કરી દીધો ત્યારે ભારત માટે ફાઇનલમાં પહોચવુ મુશ્કેલ બની જશે.

ભારત વર્સિસ શ્રીલંકા- 6 સપ્ટેમ્બર
ભારત વર્સિસ અફઘાનિસ્તાન- 8 સપ્ટેમ્બર

શું ફાઇનલમાં પહોચશે પાકિસ્તાન?

પાકિસ્તાને પણ આગામી મુકાબલા શ્રીલંકા અને અફઘાનિસ્તાન સામે રમવાના છે. એવામાં જો તે આ મેચમાં હારી જાય છે તો તે ફાઇનલમાં નહી પહોચી શકે પરંતુ પાકિસ્તાન પણ પોતાની બન્ને મેચ જીતી જાય છે તો તે પણ ફાઇનલમાં પહોચી શકે છે અને ફરી 11 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાનનો જંગ જોવા મળી શકે છે.

એશિયા કપમાં સુપર-4નો કાર્યક્રમ

ભારત Vs શ્રીલંકા- 6 સપ્ટેમ્બર
પાકિસ્તાન Vs અફઘાનિસ્તાન- 7 સપ્ટેમ્બર
ભારત Vs અફઘાનિસ્તાન- 8 સપ્ટેમ્બર
શ્રીલંકા Vs પાકિસ્તાન- 9 સપ્ટેમ્બર
ફાઇનલ- 11 સપ્ટેમ્બર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]