પંચમહાલ,મહીસાગર અને દાહોદમાં માનવતાની મશાલ નામની ટીમ સક્રિય થઈ છે, - At This Time

પંચમહાલ,મહીસાગર અને દાહોદમાં માનવતાની મશાલ નામની ટીમ સક્રિય થઈ છે,


પંચમહાલ,મહીસાગર અને દાહોદમાં માનવતાની મશાલ નામની ટીમ સક્રિય થઈ,

આ કળયુગમાં અમુક લોકો પોતાના માં બાપની સેવા કરવામાં કચાસ રાખી રહ્યા છે ત્યારે પંચમહાલ,મહીસાગર અને દાહોદમાં માનવતાની મશાલ નામની ટીમ સક્રિય થઈ છે,

આ ટીમનું મુખ્ય ઉદ્દેશ્ય છે કે મંદબુદ્ધિના વ્યક્તિઓ જે રસ્તા પર ફરતાફરે છે અને તેઓને રહેવા તથા જમવાની સુવિધા નથી તેવા વ્યક્તિઓને નવડાવી ધોવડવિને જ્યાં ફરતા હોય ત્યાંથી લઈને જેતે ટ્રસ્ટ સુધી પહોંચાડી સુવિધા અપાવવાનું કામ કરી રહ્યા છે,

આ ટીમે આજ રોજ એક માનવતા ભર્યું ઉદાહરણ પૂરું પાડ્યું છે,

ત્યારે સુખસર બજારમાં ફરતા એક મહિલા અને કદવાલ ગામમાં ફરતા બે મહિલાઓને પોલીસ ની મદદ લઈને પોલીસ તથા મેડિકલ ની પ્રક્રિયા પૂર્ણ કરી તે ત્રણે મંદબુદ્ધિ મહિલાઓને જય અંબે સમાજ સેવા ટ્રસ્ટ બાયડ ખાતે મૂકવા રવાના થઈ હતી,

જય અંબે સમાજ સેવા ટ્રસ્ટ ખાતે આ ટીમે મુલાકાત લીધી હતી અને ત્યાં પહોંચ્યા પછી તેઓએ ખુબ આનંદ લીધો હતો અને નાચગાન પણ કર્યો હતો,

આ ટ્રસ્ટમાં જમવાથી લઈને રહેવા તથા મેડિકલનો સંપૂર્ણ ખર્ચ સંસ્થા દ્વારા કરવામાં આવે છે,

ખુશીની વાત તો એ છે કે આ ટીમને ત્યાં ગયા પછી સાંજના જમવાનો સમય થયો હતો અને ટીમને જમવાનું પીરસવાનો મોકો પણ મળ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.