તળાજા તાબેના દાઠા પોલીસ મથકમાં 18 જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો બનાવની પોલીસ મથકમાંથી જાણવા મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અને દાઠા પ - At This Time

તળાજા તાબેના દાઠા પોલીસ મથકમાં 18 જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો બનાવની પોલીસ મથકમાંથી જાણવા મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અને દાઠા પ


તળાજા તાબેના દાઠા પોલીસ મથકમાં 18 જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો
બનાવની પોલીસ મથકમાંથી જાણવા મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અને દાઠા પોલીસ દ્વારા પોલીસ મથક નીચે આવતા વિસ્તારોમાં તહેવારોને ધ્યાને રાખીને સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે

દાઠા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોસ્ટેબલ અરવિંદભાઈ મકવાણાની બાતમીના આધારે જાગધાર ગામ સીમ વિસ્તારમાંથી જુગાર રમી રહેલા 11 ઈસમોને રોકડ રકમ રૂપિયા 22,700 અને બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો

તેવી જ રીતે દાઠા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ બાંભણિયા ની બાતમીના આધારે પરતાપરા ગામે જાહેરમાં જુગાર રમી રહેલા ચાર જુગારીઓને રોકડ રકમ રૂપિયા 2100 સાથે ઝડપી લીધા હતા અને ત્યારબાદ પ્રતાપરા ગામમાંથી અન્ય સ્થળે જુગાર રમી રહેલા ત્રણ ઇસ્મોને રોકડ રકમ ₹10,830 સાથે ઝડપી લીધા હતા આવી રીતે તળાજા તાલુકાના દાઠા પોલીસ મથકના પોલીસ અધિકારીને સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ મથક નીચેના વિસ્તારમાં પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.