જૂનાગઢમાં 200 જેટલા સ્પર્ધકોએ ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમાઓ બનાવી યોજી સ્પર્ધા - At This Time

જૂનાગઢમાં 200 જેટલા સ્પર્ધકોએ ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમાઓ બનાવી યોજી સ્પર્ધા


ગણેશ ઉત્સવ ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે જુનાગઢ શહેરમાં પર્યાવરણ અને પ્રકૃતિને બચાવવા માટે પીઓપીની પ્રતિમા ને બદલે માટીના ગણેશની પ્રતિમા બનાવવા માટેની અનોખી સ્પર્ધા નું જૂનાગઢમાં ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જુનાગઢ શહેરના મ્યુઝિયમ ખાતે યોજવામાં આવેલી માટીના ગણેશ બનાવવાની વર્કશોપની સ્પર્ધામાં આશરે 200 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો તેઓએ અહીં માટીના ગણેશ કેવી રીતે બનાવવામાં આવે તેનું માર્ગદર્શન મેળવ્યું હતું અને માટીના ગણેશ બનાવ્યા હતા. અહીં સ્પર્ધામાં જોડાયેલા સ્પર્ધકોએ જણાવ્યું હતું કે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરવાથી અને બાદમાં તેનું વિસર્જન કરવાથી પ્રકૃતિનું જતન થાય છે અને લોકો માટીના ગણેશનું સ્થાપન કરે તેવી પણ અપીલ કરવામાં આવી હતી હાલ મોટાભાગે પ્લાસ્ટર ઓફ પેરિસના ગણપતિ બનાવવામાં અને વેચવામાં આવી રહ્યા છે આ ગણપતિના વિસર્જનથી નદીના પાણીને ખૂબ જ નુકસાન થાય છે અને સાથોસાથ નદીમાં રહેતા જળચર પ્રાણીઓને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે નદી પ્રકૃતિ અને પર્યાવરણ દુષિત થઈ રહ્યું છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.