જિલ્લા કલેક્ટર બીજલ શાહના અધ્યક્ષપદે ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ - At This Time

જિલ્લા કલેક્ટર બીજલ શાહના અધ્યક્ષપદે ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ


રોડ સેફ્ટી એક્શન પ્લાન ૨૦૨૩-૨૪ અંતર્ગત ટ્રાફિક સંચાલન,શાળા પરિવહન સહિતના મુદ્દે કરાઇ વિસ્તૃત ચર્ચા

જિલ્લા કલેક્ટર બીજલ શાહના અધ્યક્ષપદે ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ

અકસ્માત થતાં ગંભીર રીતે ઘાયલ થયેલ વ્યક્તિને બનતી ત્વરાએ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સરાહનીય કામગીરી કરનાર ત્રણ વ્યક્તિને કલેક્ટરએ પ્રશંસાપત્ર આપી કર્યા સન્માનિત

જિલ્લા કલેક્ટર બીજલ શાહના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરએ સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતાં જણાવ્યું હતું કે, બોટાદ શહેર અને જિલ્લામાં જે સ્થળોએ ફેટલ અકસ્માત થયાં છે તેવા સ્થળોની સંયુક્ત તપાસ કરી કાર્યવાહી હાથ ધરવા, રોડ પર જ્યાં શાળાઓ આવેલી હોય ત્યાં સ્પીડ બ્રેકર મુકાવવા અને યોગ્ય સાઇનેજીસ લગાવવા,ઓવર સ્પીડીંગ, મોબાઇલ પર વાત, નાની ઉંમરે વાહન ચલાવવું, દારૂ પીને વાહન ચલાવવા જેવા ગંભીર ગુન્હાઓ અંગે ખાસ ચેકીગ કરવાની સાથોસાથ શહેરમાં રખડતા ઢોરને નિયંત્રણ કરવાની સુચના આપી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતુ.

આ બેઠકમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ચાવડાએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રોડ સેફ્ટી એક્શન પ્લાન ૨૦૨૩-૨૪ અંતર્ગત ટ્રાફિક સંચાલન,શાળા પરિવહન બાબતે માર્ગ સલામતી, રસ્તા પરના ખાડા દૂર કરવા,નિયમિતપણે અકસ્માતો થતાં હોય તે જગ્યાઓની તપાસ કરી યોગ્ય પગલાં લેવા સહિતના અનેક મુદ્દાઓની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી.

બેઠકના પ્રારંભે જિલ્લા કલેક્ટરએ અકસ્માત થતાં ગંભીર રીતે ઘાયલ થયેલ વ્યક્તિને બનતી ત્વરાએ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સરાહનીય કામગીરી કરનાર શ્રી આલ્કુભાઇ ખાચર, સલીમભાઇ ગાંજા અને અરવિંદભાઇ હારેજાને પ્રશંસાપત્ર આપી સન્માનિત કર્યા હતાં. તેમજ જન હિતમાં આવી વધુ સારી કામગીરી કરતાં રહો તેવી શુભેચ્છા પણ પાઠવી હતી.

ઉક્ત બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી મુકેશ પરમાર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એ.એ.સૈયદ, કાર્યપાલક ઈજનેર માર્ગ-મકાન (સ્ટેટ-પંચાયત), જિલ્લા આરોગ્ય અધિકારી, ચીફ ઓફીસરઓ, માહિતી વિભાગ સહિત સંબધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Report, Nikunj Chauhan
8488966828


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.