ભય બિન પ્રીતિ નહિ અત્યારે પુરજોશ માં ચાલતા ભરતી મેળા માં વફાદારી કેવી ? જાહેર જીવન ની પડતી નૈતિક મૂલ્યો નું ધોવાણ મતદાર મત નહિ પણ પોતા નું પાંચ વર્ષ નું ભવિષ્ય આપે છે એ ન ભૂલવું જોઈ એ હું કરું તો લીલા બીજા કરે તો શીનાળા ? દુનિયા માં દેશ નો ડંકો વાગે તે ગૌરવ ની વાત પણ મણીપુર માં નાની ટંકોરી વગાડો ને ? - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zxazkngyoibc6plh/" left="-10"]

ભય બિન પ્રીતિ નહિ અત્યારે પુરજોશ માં ચાલતા ભરતી મેળા માં વફાદારી કેવી ? જાહેર જીવન ની પડતી નૈતિક મૂલ્યો નું ધોવાણ મતદાર મત નહિ પણ પોતા નું પાંચ વર્ષ નું ભવિષ્ય આપે છે એ ન ભૂલવું જોઈ એ હું કરું તો લીલા બીજા કરે તો શીનાળા ? દુનિયા માં દેશ નો ડંકો વાગે તે ગૌરવ ની વાત પણ મણીપુર માં નાની ટંકોરી વગાડો ને ?


ભય બિન પ્રીતિ નહિ
અત્યારે પુરજોશ માં ચાલતા ભરતી મેળા માં વફાદારી કેવી ?

જાહેર જીવન ની પડતી નૈતિક મૂલ્યો નું ધોવાણ

મતદાર મત નહિ પણ પોતા નું પાંચ વર્ષ નું ભવિષ્ય આપે છે એ ન ભૂલવું જોઈ એ

હું કરું તો લીલા બીજા કરે તો શીનાળા ?

દુનિયા માં દેશ નો ડંકો વાગે તે ગૌરવ ની વાત પણ મણીપુર માં નાની ટંકોરી વગાડો ને ?

જાહેર જીવન ની પડતી નૈતિક મૂલ્યો નું ધોવાણ નીતિ ધર્મ સદાચાર સાત્વિકતા ક્યાં ? જે પક્ષ કે પાર્ટી ઓ એ પદ પ્રતિષ્ઠા આપી જમીન થી લઈ આસમાન સુધી શાન વધારી ગધા માથી ગજરાજ જેવી ગરીમાં આપી તે પક્ષ પાર્ટી કે પ્રજા ને વફાદાર ન રહ્યા હોય તે પક્ષપલટું ઓ ભરતી મેળા બાદ વફાદાર રહેશે ? વર્ષો સુધી પદ પ્રતિષ્ઠા અને દબદબો ભોગવ્યો હોય શાસક સામે જોરશોર થી વિપક્ષ તરીકે બૂમ બરાડા પાડી વાહવાહી મેળવી જનમાનસ માં પ્રજાહિત ની અમીટ છાપ ઉભી કરી પછી હોય પછી ખરીદ વેચાણ સંધ માં વેચાઈ જેવું એ પ્રજા દોહી વિશ્વાસઘાતી ઓ ગમે તે પક્ષ પાર્ટી કે પ્રજા ને વિશ્વાસ માં લીધા વગર પક્ષ બદલે તેને ફરી ભૂંડી રીતે પરાજિત કરી મત ની શક્તિ અને મહત્તા અત્યારે નહીં બતાવવી એ તો ક્યારે ? મતદાર મત નહિ પણ આવતા પોતા નું પાંચ વર્ષ નું ભવિષ્ય આપે છે એ ન ભૂલવું જોઈ એ મતદાર સારા શાશન સિવાય ની કોઈ અપેક્ષા વગર દાન માં આપેલ મત મેળવી એ ભોળી પ્રજા સાથે કેટલો મોટો વિશ્વાસઘાત કેમ ? જીસકે તડ મેં લડુ ઉસકે તડ મે હમ બટકું રોટલો નાખવા થી કૂતરું વફાદાર રહેતું હોય અને આપણ ને જોઈ ને પૂંછડી પટપટાવતું હોય આટલા ગુણ એક શ્વાન માં હોય તો માણસ માં કેમ નહિ ? ગાડા નીચે કૂતરું ચાલતું હોય તેને એમ લાગે છે આ ગાડુ હું ચલાવું છું આવી ભ્રાંતિ માં વારંવાર પ્રજા સાથે દગો કરતા નેતા ઓને તેની ઓકત અત્યારે નહીં તો ક્યારે બતાવીશું ? સમાજ સેવા ના નામે છેતરપિંડી વિશ્વાસઘાત અંગત લાભો માટે સ્વાર્થી સ્વેફિશ નફ્ફટ નેતા ઓને ઘરભેગા કરવા નો મહા અવસર એટલે ચૂંટણી આઝાદી ના ૭૫ વર્ષ થી જ્ઞાતિ જાતિ ધર્મ સંસ્કૃતિ વચ્ચે અંતરાયભેદ ની દીવાલ ઉભી કરી તો ક્યારેક નીતિ રીતિ ઓનો વિરોધ કરતા નેતા ઓ ભાજપ હોય કે કોંગ્રેસ કે અન્ય કોઈ રાષ્ટ્રીય કે પ્રાદેશિક પક્ષો દેશ ની પ્રજા નું હિત જ ઇચ્છતા હોય બધા ભેગા મળી ને દેશ સેવા કરો ને નીતિ નિયમો ખરાબ હોય તો સારા બનાવો ને ? આતો મારુ મારા બાપ નું ને તારું મારુ સહિયારું ? જે ભાવ વધારા નો FDI નો ખાનગી કરણનો ઉદારીકરણ સહિત નાની નાની બાબતો નો વિરોધ વિપક્ષ માં બેચી ને કરતા એજ બધી નીતિ રીતિ ઓનું શશક પક્ષ માં બેચી ને સરેઆમ સમર્થન અમલ કરવા મંડ્યા હું કરું તો લીલી ને બીજા કરે તો શીનાળા ? કુસ્તીબાજો નું ખેડૂતો નું આંદોલન દબાવી દેવા અનેક અનેક પ્રત્યનો થયા તેમને નકસલી અલગતાવાદી ગણાવી લોકશાહી ગૂંગળાવી દેવાની ? લોકો નો અવાજ દબાવવા હીન પ્રયાસ ? જગત માં ભારત ના રુવાબ થી રશિયા યુકેન યુદ્ધ બંધ થઈ જતું હોય તો મણીપુર માં શુ ધા વાગે છે ? દુનિયા માં ડંકો વાગતો હોય તો મણીપુર માં માત્ર નાની ટંકોરી વગાડો ને ? બોન્ડ ના નામે કરોડો નું દાન મેળવી દાતા કંપની ઓની લ્હાણી કોન્ટ્રક ખાણો રસી બનાવવા નો કોન્ટ્રક આપી પાર્ટી માટે ચંદા માં મેળવેલ નાણાં થી કાળા નાણા નું સર્જન નથી થયું ?આ નાણા ચૂંટણી ઓમાં પ્રસિદ્ધિ ઓ માટે બેફામ ખર્ચ સરકારી મિશનરી નો બેફામ અંગત લાભ માં ઉપીયોગ તેલ પાઈ ને એડયું કાઢી લેવા ની વૃત્તિ કેટલી યોગ્ય ? સ્વાયત દરજ્જો ધરાવતા ચૂંટણી તંત્ર નું સંકલન વર્તમાન સરકારી તંત્ર માંથી જ કરાય છે એજ તંત્ર ચૂંટણી પછી રૂટિગ માં પણ હોય છે ચૂંટણી સમયે સર્વેલન્સ ના નામે લોકો ના સરસમાન ગાડી ઓ ફોળી દારૂ તો શુ એક ચપલ પણ કોઈ લઈ જઈ શકે નહીં તેવી જડબેસલાક વ્યવસ્થા કરે છે કારણ વિશેષાધિકાર વિશેષ પાવર નો ઉપીયોગ કરાય છે એજ તંત્ર સ્ટ્રીકલી ફરજ બજાવી વાહવાહી મેળવી છે ચૂંટણી પછી સાયકલ માંથી હવા નીકળે તેમ વિશેષ અધિકારો સમાપ્ત થઈ જાય છે અને અંગુઠા છાપ નેતા ઓના સંચાલન કામ કરવું પડે છે ભણેલા ગણેલા કામ કેમ કરવું ? એ આ ડગલાં ધારી અંગુઠા છાપ નક્કી કરે તાજ છાપ સિગરેટ ધીમી બળતી ને વધુ લિજ્જત આપતી લોકશાહી માં ૩૩ ટકા મહિલા અનામત બિલ પાસ થયું પણ ચૂંટણી માં મહિલા ઓનો ૩૩ ટકા ટીકીટ નહિ સ્ત્રી કલ્યાણ ની વાતો આમાં કલ્યાણ કોનું ? સ્ત્રી ઓને લાભાર્થી તરીકે જોવા ની બદલે ભાગીદાર તરીકે ક્યારે જોવાશે ?

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]