75 ના બદલે 87 સંતોનું મહા રક્તદાન દીધું એટલું રહ્યું ને રાખ્યું એટલું ગયું " જગત ભેળું કરનારાઓથી નહીં પણ દાતાઓથી ઉજળું છે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zx5vkigwagv2uq2j/" left="-10"]

75 ના બદલે 87 સંતોનું મહા રક્તદાન દીધું એટલું રહ્યું ને રાખ્યું એટલું ગયું ” જગત ભેળું કરનારાઓથી નહીં પણ દાતાઓથી ઉજળું છે.


75 ના બદલે 87 સંતોનું મહા રક્તદાન
દીધું એટલું રહ્યું ને રાખ્યું એટલું ગયું " જગત ભેળું કરનારાઓથી નહીં પણ દાતાઓથી ઉજળું છે.
રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન દવારા અમૃત મહોત્સવના ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ સીવીલ હોસ્પિટલ બ્લડ બેંક, લાઇફ બ્લડ સેન્ટર , સૌરાષ્ટ્ર વોલીયન્ટરી , રાજકોટ વોલીયન્ટરી બ્લડ બેંકે સેવા આપેલ.
આ પ્રસંગે દાતાઓને સંબોધતા ગુરુકુલના વડા મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણ દાસજી સ્વામીએ કહ્યું હતું કે 'લોહી રાખ્યું ઓલું ગયું ને દીધું એટલું રહ્યું. ધન મેળવવા આપણે પ્રયત્ન કરવો પડે છે. જ્યારે લોહી તો ગરીબ કે તવંગર સર્પને ભગવાન મફતમાં બનાવી દે છે. તો શામાટે કંજૂસાઇ કરવી.જગત ભેળું કરનારાઓથી નહીં પણ દાતાઓથી ઉજળું છે. જગતમાં લોહી પીનારા કરતા દેનારા રક્તદાતાઓની સંખ્યા ઘણી છે.
રક્તદાન કેમ્પનું ઉદધાટન શ્રીભક્તિ વલ્લભ સ્વામી, પ્રભુસ્વામી તથા શ્રી કૃષ્ણપ્રિય સ્વામીએ કરેલ.
આ પ્રસંગે પ્રભુ સ્વામી એ કહ્યું હતું કે સિવિલ હોસ્પિટલની બ્લડ બેંક તથા લાઇફ બ્લડ સેન્ટર, સૌરાષ્ટ્ર વોલીયન્ટરી બ્લડ બેંક તથા રાજકોટ વોલીયન્ટરી બ્લડ બેંક દ્વારા સેવા આપવામાં આવી.ગુરુવરિયા મહંત સ્વામીશ્રીના સંકલ્પ અનુસાર 75 સંતોને બદલે આજે 87 સંતોએ રક્તદાન કરવાનો લાહવો લીધેલો. આ રક્તદાન કેમ્પ હજુ ત્રણ દિવસ તારીખ 25 સુધી સુધી ચાલતો જ રહેશે.
વધુમાં પ્રભુ સ્વામી એ કહ્યું હતું કે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ના 50 વર્ષે પૂર્ણ થવા સમયે સુવર્ણ જયંતી મહોત્સવ વખતે ૨૬-૧૨-૧૯૯૭ એ૫૦ સંતો અને ૧૩૮૬ રક્તદાતાઓએ 4,26,280 સી.સી. રક્તદાન કરેલું.
રામ, શ્યામ અને ધનશ્યામની તુલા માજી વડાપ્રધાન બાજપાઈજીની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]