ભાવનગર, સિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ આર્મ્સ એકટના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zsws6v5uktme3rco/" left="-10"]

ભાવનગર, સિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ આર્મ્સ એકટના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ


*પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ* તથા *પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે* ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ. શીંગરખીયા, શ્રી પી.બી.જેબલીયા, શ્રી એમ.જે.કુરેશી તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો વલ્લભીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન *અનિરૂધ્ધસિંહ ગોહિલ A.S.I.,એલ.સી.બી., ભાવનગરનાઓને બાતમીરાહે હકિકત મળેલ કે,* સિહોર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૭૦૨/૨૦૨૩ આર્મ્સ એકટ કલમઃ-૨૫(૧)(૧-બી) મુજબના ગુન્હાના કામે નાસતાં-ફરતાં આરોપી મોણપુર ગામની સીમમાં ચંદુભાઇની વાડીએ હાજર છે. જે માહિતી આધારે તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેને ઝડપી પાડી સિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ.
*નાસતાં-ફરતાં આરોપીઃ-*
રાજન સુમારભાઇ નથવાણી ઉ.વ.૩૫ ધંધો-ખેતમજુરી રહે. ચંદુભાઇની વાડીમાં, મોણપુર તા.વલ્લભીપુર જી.ભાવનગર મુળ-વંથલી જી.જુનાગઢ
*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી પી.બી.જેબલીયા, શ્રી એમ.જે.કુરેશી તથા પોલીસ કર્મચારી અનિરૂધ્ધસિંહ ગોહિલ, બાબાભાઇ હરકટ, હરિચંદ્દસિંહ દિલુભા,એજાજખાન પઠાણ, ભોજુભાઇ બરબસીયા, પ્રજ્ઞેશભાઇ પંડયા વગેરે સ્ટાર જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]