ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા કોડીનાર ઉના તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં માવઠાની અસરથી ખેડૂતોને રવિ પાકમાં ભારે નુકસાન ખેડૂતો ચિંતામાં નુકસાનનું વળતર ચુકવવા ખેડૂતોએ કરી માંગ - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા કોડીનાર ઉના તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં માવઠાની અસરથી ખેડૂતોને રવિ પાકમાં ભારે નુકસાન ખેડૂતો ચિંતામાં નુકસાનનું વળતર ચુકવવા ખેડૂતોએ કરી માંગ


તા:26 ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર ગીર ગઢડા ઉના તાલાળા વેરાવળ સુત્રાપાડા જેવાં અનેક તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભર શિયાળામાં ગઈકાલે વહેલી સવારથી જ છૂટોછવાયો કમોસમી વરસાદ પડતાં ખેડૂતો ચિંતાતુર બન્યાં હતાં જેમાં માર્કેટિંગ યાર્ડમાં પણ અનેક ખેડૂતોને ખેતીવાડી પાક વેચવામાં પણ વરસાદી માહોલે ખેડૂતોને માલ વેચવાની મજા બગાડી નાખી હતી અને અનેક ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો જેમાં ઉના કોડીનાર ગીર ગઢડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં ચણા એરંડા જુવાર ઘઉં કપાસ જેવું શિયાળા પાકનું વાવેતર હોય આ પાકમાં અનેક ખેડૂતોને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે એવું ખેડૂત મુખે ચર્ચાઇ રહ્યું છે

જ્યારે આગળની ઋતુ ચોમાસુ હોય જેમાં પણ વરસાદી પાણી ભરાઇ જતાં વધું પડતાં પાણીનાં ભરાવવાના માહોલથી અનેક ખેડૂતોનાં પાક નિષ્ફળ ગયેલાં હતાં જે તે વખતે રાજ્ય સરકારે ગીર સોમનાથ જિલ્લાને નિષ્ફળ પાક સહાય માંથી બાદબાકી કરી દેતાં સહાય મળી નાં હતી ત્યાં ફરી આ એકવાર કુદરતી નવી આફત આવતાં ખેડૂતો બિચારો બાપલીયો બની ચિંતાતુર બન્યો છે ત્યારે આજે ખેડૂતોમાં એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે જો રવિ પાકમાં સર્વે કરવામાં નહીં આવે તો સરકાર સહાય નહીં આપે ??? તો ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ તેવી સ્થિતિ સર્જાય શકે છે એવું પણ ખેડૂત મુખે ચર્ચાઇ રહ્યું છે ત્યારે ભર શિયાળામાં ચોમાસા જેવું માવઠું થતાં અનેક રવિ પાકને નુકસાન થયું હોય જેમનું રાજ્ય સરકાર તાત્કાલિક સર્વે કરાવે અને ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ કરી ખેડૂતોને રાજ્ય સરકાર સહાય આપે એવી ખેડૂતોમાં રવિ પાકની સહાયની માંગણી ઉઠવા પામી છે

પ્રેસ રિપોર્ટર ડી.કે. વાળા ઞીર ઞઢડા ગીર સોમનાથ8780138711


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.