મહિસાગર : સંતરામપુર વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમામ પક્ષો માં ભારે ચહલપહલ જોવાં મળે છે. - At This Time

મહિસાગર : સંતરામપુર વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમામ પક્ષો માં ભારે ચહલપહલ જોવાં મળે છે.


સંતરામપુર વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમામ પક્ષો માં ભારે ચહલપહલ જોવાં મળે છે.

સંતરામપુર વિધાનસભાની થનારી ચૂંટણીમાં ભાજપ. કોંગ્રેસ ને આમ આદમી વચ્ચે ચુંટણી જંગ જોવાં મળે છે. આમ આ વખતની સંતરામપુર વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ના એંધાણ અત્યારથી જ જોવાં મળે છે.
આમ આદમી પાર્ટી દ્વારા પણ આ વિધાનસભા મત વિસ્તાર માં સક્રિયતા પૂર્વક પક્ષનાં પ્રચાર નું કામ ને પક્ષ ના સભ્યો ની નોંધણીની ઝુંબેશ ગામડે ગામડે આપ ના કાર્યકરો ને સંગઠનનાં હોદ્દેદારો મીટીંગો કરી રહેલ છે જેની જાણકારી આપ નેતા અરવિંદ કેજરીવાલ ને પક્ષ ની કામગીરી નો ખ્યાલ અને સમજુતી આપી રહેલ જોવા મળે છે.
સંતરામપુર વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ના પક્ષમાં ઉમેદવારી કરવાં માટે પણ હોડ લાગી છે.

આમઆદમી પાટીઁ માં સંતરામપુર વિધાનસભાની બેઠક માંટે હાલ પાંચ દાવેદાર છે. જેમાં બાબુભાઈ ડામોર ડીંટવાસ, પવઁતભાઈ વાગડીયા વાગડીયાનીઅંધારી, ડો.કલ્પેશ શંગાડા, પવઁતભાઈ ડામોર તથા શિવાની ભાભોર ના નામ ઉમેદવાર ની દાવેદારી માં સંભળાય છે. જયારે ભાજપ પક્ષમાં સંતરામપુર વિધાનસભાની બેઠક માટે હાલનાં ધારાસભ્ય પ્રો.કુબેરભાઈ ડીંડોર, દશરથભાઈ બારીયા, પ્રકાશભાઈ કટારા, વાધાભાઈ ડામોર, રમેશભાઈ ભાભોર, વેચાતભાઈ સરપંચ જાંબુનાળા ના ઓએ તેમની ભાજપ પક્ષ માં ઉમેદવારી માટે ની દાવેદારી નોંધાવેલ જોવાં મળે છે જયારે આ સંતરામપુર વિધાનસભાની બેઠક માટે કોગ્રેસ માં પણ ઉમેદવારી નોંધાવા રાફડો ફાટ્યો છે. કોંગ્રેસ માં આ બેઠક માટે માજી ધારાસભ્ય ગેંદાલભાઈ ડામોર, ધીરજભાઈ ડામોર, કોકીલાબેન ડામોર, ભરતભાઈ ડીંડોર, ઝવેરભાઈ ખરાડી, ડો.યોગેશ પગી મહેન્દ્રભાઈ સંગાડા, શીલાબેન નિનામા તથા હિંમતસિંહ ડામોરે પોતાની ઉમેદવારી નોંધાવી છે.
સંતરામપુર વિધાનસભાની બેઠક પરંપરાથી કોંગ્રેસ ની રહેલ પરંતુ ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા કાયઁકરો ની માંગણી ને લાગણી ઓની ઊપેક્ષા કરી ને ટીકીટ ફાળવતાં આ સંતરામપુર વિધાનસભાની બેઠક કોંગ્રેસે ઓછા મત થી હારેલ જોવાં મળી હતી અને આ ચુંટણી માં કોંગ્રેસ આ બેઠક ના પક્ષના પાયા ના કાયઁકરો ની લાગણી ને માંગણીઓ ને ધ્યાન માં રાખીને સક્ષમ ને લોકચાહના વાળો ને ભાજપ ના ઊમેદવાર સામે ટકકર લઈ શકે તેવા ઊમેદવાર ને પસંદ કરશે તો આ સંતરામપુર બેઠક કોંગ્રેસ પુનઁ: મેળવી શકે તેમ હાલ જોવાઈ રહેલ છે.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.