સેમારાના મુવાડા ગામે હોળી અને ધુળેટી પર્વની આનંદ ઉત્સાહભેર ઉજવણી - At This Time

સેમારાના મુવાડા ગામે હોળી અને ધુળેટી પર્વની આનંદ ઉત્સાહભેર ઉજવણી


મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના સેમારાના મુવાડા ગામ ખાતે હોળી અને ધુળેટી પર્વની આનંદ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવેલ હતી.જ્યારે હોળી અને ધૂળેટી પર્વને સમગ્ર મહીસાગર જીલ્લામાં રંગેચંગે ઉજવણી કરવામાં આવેલ હતી.મહીસાગર જીલ્લામાં રવિવારની મોડી સાંજે ધાર્મિક પરંપરાનુસાર હોળી પ્રગટાવી હોળી માતાની પ્રદક્ષિણા ફરી પુજા અર્ચના કરી વાજતે ગાજતે ઉજવણી કરવામાં આવેલ હતી.જ્યારે હોળીના બીજા દીવસે ધૂળેટી પર્વની ઊજવણી કરવામાં આવે છે.ત્યારે લુણાવાડા તાલુકાના સેમારાના મુવાડા ગામના ગ્રામજનો દ્વારા ધુળેટી પર્વની વાજતે ગાજતે ઉજવણી કરતા જોવા મલ્યા હતા.ધૂળેટીના દીવસે એકબીજા ઉપર અબીલ ગુલાલ જેવા રંગો છાંટી અને ઉજવણી કરવામાં આવતી હતી.ત્યારે ગ્રામજનો પણ ઢોલ નગારા સાથે હોળી અને ધુળેટીના ડોડીયા રમી અને "તુ સાંભર રે બારીયા ના રાજા મેળે વેલો આવજો" તેમજ "રંગ કેસરીયો રગે ગુલાબીઓ"જેવા લોકગીતો ગાતા જાય અને હોળી ધુળેટી પર્વની ઉજવણી કરતા હોય છે.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.