શ્રી જે. બી. શાહ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં નવરાત્રી મહોત્સવ ઉજવાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zmlmrbm0y8mfobfm/" left="-10"]

શ્રી જે. બી. શાહ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં નવરાત્રી મહોત્સવ ઉજવાયો


મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી જે.બી.શાહ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં નવરાત્રિના સાતમા નોરતે બાળકો માટે ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. નાના ભૂલકાઓ થી માંડીને ધોરણ-૧૨ સુધીના દરેક વિદ્યાર્થી ભાઈ બહેનો ગરબા માં ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને વિવિધ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ઉત્સાહપૂર્વ જોડાયા હતા અને ખેલૈયાઓએ મન મૂકીને ગરબાનો આનંદ માણ્યો હતો. જે.બી .શાહ પરિવાર પણ બાળકોનો ઉત્સાહ વધારવા માટે ગરબા માં જોડાઇ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળા દ્વારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે O.R.S. , ગ્લુકોઝ તેમજ પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના પ્રભારી મંત્રી શ્રી પરેશભાઈ બી.મહેતા હાજર રહી સ્ટાફ પરિવાર તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો મંડળના પ્રમુખશ્રી નવીનચંદ્ર આર.મોદી, તેમજ મંડળના પદાધિકારીશ્રીઑએ આ કાર્યક્રમના આયોજન બદલ આચાર્યશ્રી તેમજ શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા તેમજ ખેલૈયાઓને પણ ઉત્સાહક પૂર્વ ભાગ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]