શ્રી સર્વોદય વિદ્યાલય ઝમરાળામાં નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી - At This Time

શ્રી સર્વોદય વિદ્યાલય ઝમરાળામાં નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી


શ્રી સર્વોદય વિદ્યાલય ઝમરાળામાં નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

શ્રી સર્વોદય વિદ્યાલય,ઝમરાળામાં નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાનાં ખેલૈયા ભાઇ બહેનો દ્વારા રાસ ગરબાની 28 જેટલી કૃતિઓ રજુ કરવામાં આવી હતી.આ દિવસે બેસ્ટ ખેલૈયાનાં નામ જાહેર કરવામાં આવ્યા હતા.જેમાં પ્રથમ ક્રમે ડોડીયા શ્રધ્ધાબેન ઘનશ્યામભાઈ,બીજા ક્રમે સોલંકી સાધનાબેન વિપુલભાઈ તેમજ ત્રીજા ક્રમે વાઘેલા કૃપાલીબેન સહેન્દ્રભાઈ રહ્યા હતા.આ વિજેતા ખેલૈયાનાં નામ શાળાનાં આચાર્ય મહેશભાઈ જે.રાવલ દ્વારા જાહેર કરવામાં આવેલ અને આગામી ઇનામ વિતરણ કાર્યક્રમમાં ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે તેમ જણાવેલ.આ નવરાત્રીનું આયોજન શાળાનાં શિક્ષક રાજેશભાઈ એસ.રામાવત દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ને સફળ બનાવવા શિક્ષક દિલીપભાઈ પી.પટેલ,શિક્ષક ઉમેશભાઈ બી.લકાણી તેમજ ક્લાર્ક ધર્મેન્દ્રભાઈ એન.જોષીએ ભારે જહેમત ઉઠાવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.