માળીયા હાટીના તાલુકાના નવ નિયુક્ત જીલ્લા પંચાયત પ્રમુખ અને કારોબારી ચેરમેન તેમજ માળીયા હાટીના તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપ પ્રમુખ , કારોબારી ચેરમેન સહિત મહાનુભવો નો સન્માન સમારોહ યોજાયો - At This Time

માળીયા હાટીના તાલુકાના નવ નિયુક્ત જીલ્લા પંચાયત પ્રમુખ અને કારોબારી ચેરમેન તેમજ માળીયા હાટીના તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપ પ્રમુખ , કારોબારી ચેરમેન સહિત મહાનુભવો નો સન્માન સમારોહ યોજાયો


માળીયા હાટીના તાલુકા ના બોડી ગામે પટેલ સમાજ ખાતે સરપંચશ્રી દિનેશભાઈ માખણસા અને તેમની પૂરી ટીમ દ્વારા નવનિયુકત જીલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુમ્મર તાલુકા પંચાયત પ્રમુખશ્રી અનિલભાઈ લાડાણી અને જીલ્લા પંચાયત કારોબારી ચેરમેનશ્રી દિલીપભાઈ સિસોદિયા નો અભિવાદન સન્માન સમારોહ યોજાયેલ અને જીલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુમ્મર ની તેમના PA મહેશબાપુ અપારનાથી દ્વારા શ્રી બણૈશ્વર મહાદેવના સાનિધ્યમાં સાકર તુલા કરવામાં આવેલ

જીલ્લા પંચાયત ના પ્રમુખશ્રી હરેશભાઈ ઠુમ્મર નું સન્માન સરપંચશ્રી દિનેશભાઈ માખણસા દ્વારા,જીલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેનશ્રી દિલીપભાઈ સિસોદિયા નું સન્માન યુવા સરપંચશ્રી યશ પટેલ દ્વારા અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી અનિલભાઇ લાડાણી નું સન્માન મનસુખભાઇ માખણસા દ્વારા પુષ્પગુચ્છ અને સાલ ઓઢાળી સન્માન કરેલ

આ તકે જીલ્લા ભાજપ મહામંત્રીશ્રી વી.ડી.કરડાણી,જિલ્લા પંચાયત સદસ્યશ્રી ઠાકરશી ભાઈ જાવિયા,તાલુકા ભાજપ પ્રમુખશ્રી રાજેશભાઈ ભાલોડિયા,પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી દિલીપભાઈ સિસોદિયા,તાલુકા પંચાયત ઉપ પ્રમુખશ્રી રણજીત ભાઈ યાદવ મહામંત્રીશ્રી ડી.કે.સિસોદિયા, મેંદરડા તાલુકા ભાજપ મહામંત્રીશ્રી દિલીપભાઈ સોદરવા,વિસ્તારક જય નડિયાપરા,તાલુકા પંચાયત સદસ્યશ્રી કિશોરભાઈ દયાતર ,તાલુકા ભાજપ નાં હોદેદારો,સરપંચશ્રીઓ ,કાર્યકરો,અને ગામના અને આજુબાજુ ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.