દામનગર નો પર્વ ખખ્ખર બાળકોને ઘેલું લગાડનાર “બુઝો” હિંદી ફિલ્મ ના બાળ કલાકાર પર્વ ખખ્ખર ગમે ત્યાં જાય પર્વ ની હાજરી જ પર્વ બની રહે છે. પર્વ ખખ્ખર ની આગામી ફિલ્મ “હમ દો હમારે બારહ” - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yuxdfaxbpxtaw70o/" left="-10"]

દામનગર નો પર્વ ખખ્ખર બાળકોને ઘેલું લગાડનાર “બુઝો” હિંદી ફિલ્મ ના બાળ કલાકાર પર્વ ખખ્ખર ગમે ત્યાં જાય પર્વ ની હાજરી જ પર્વ બની રહે છે. પર્વ ખખ્ખર ની આગામી ફિલ્મ “હમ દો હમારે બારહ”


દામનગર ના હાલ સુરત બાળકોને ઘેલું લગાડનાર "બુઝો" હિંદી ફિલ્મ ના બાળ કલાકાર પર્વ ખખ્ખર દામનગર પર દાદા રઘુવંશી રત્ન સ્વ તુલસીદાસ કાળીદાસ ખખ્ખર પરિવાર ના (બુધાભાઈ) અનંતરાય તુલસીદાસ ખખ્ખર ના પૌત્ર દામનગર માં સામાન્ય કરિયાણાની દુકાન છોડી સુરત ને કર્મભૂમિ બનાવી રહેતા ખખ્ખર પરિવાર ના પર્વ ને લોક ડાઉને લોકપ્રિય અદા નો અદાકાર બનાવ્યો  

ફિલ્મમાં કામ કરનારા પર્વ ખખ્ખર ના માતા રિદ્ધિબેન ગૃહણી છે બ્યૂટિપાર્લર ચલાવે છે પિતા નીરવ અનંતરાય ખખ્ખર હાર્ડવેર ની દુકાન ચલાવે છે "ધ વિલેજ ઓફ બુઝો"નામની ૩૦ મિનિટની ફિલ્મ તો બાળકો માટે યાદગાર અનુભવ સમાન બની છે આ ફિલ્મમાં ટીવી એક્ટર મનીષ વાધવા અને સુહાસી ધામીને તો મોટા ભાગના લોકો ઓળખતા હશે પરંતુ મુખ્ય પાત્ર એટલે કે બુઝોનો રોલ કરનાર પર્વ ખખ્ખરને ભાગ્યે જ કોઈ ઓળખે છે માત્ર એટલું જ નહીં તેનું નામ પણ ભાગ્યે જ કોઈ જાણે છે.
ફિલ્મમાં કોણ બન્યું છે ‘બુઝો’નાં માતા-પિતા? ધર્મેશ શાહ નિર્દેશિત ‘ધ વિલેજ ઓફ બુઝો’નો સ્ક્રીન પ્લે ડાયલોગ અને સ્ટોરી પ્રખ્યાત ફિલ્મ-રાઇટર પ્રકાશ કાપડિયા(દેવદાસ  બ્લેક બાજીરાવ મસ્તાની પદ્માવત તાન્હાજી ધ અનસંગ વોરિયર ગંગુબાઈ કાઠિયાવાડી) એ લખ્યા છે ‘ધ વિલેજ ઓફ બુઝો’માં ‘દેવો કે દેવ મહાદેવ’માં પાર્વતીનો રોલ કરનાર સુહાસી ધામી અને ચાણક્ય સિરિયલમાં ચાણક્યનો રોલ કરનાર મનીષ વાધવાએ બુઝોનાં માતા-પિતાનો રોલ કર્યો છે પર્વ ની ભૂમિકા વાળી આગામી ફિલ્મ વસ્તી વિસ્ફોટ આધારિત "હમ દો હમારા બારાહ" ‘બુઝો’નો રોલ ‘ધ વિલેજ ઓફ બુઝો’માં બુઝોનો રોલ મળવા અંગે તેમના માતા રિદ્ધિ ખખ્ખરે જણાવ્યું કે અમારે સંતાનમાં પર્વ એક જ દીકરો છે પર્વ પહેલેથી જ એક્ટિંગ કરે છે તેમણે ઘણા બધા ફેશન શો કરેલા છે તેમજ ક્રાઇમ પેટ્રોલમાં પણ કામ કર્યું છે કાસ્ટિંગવાળા દ્વારા આ રોલ મળ્યો હતો પર્વ એલ.એચ.બોઘરા શિશુ વિહાર ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે અને તે આઠ વર્ષનો છે
સ્ક્રિપ્ટ વાંચીને પર્વના માતા-પિતાને ગજબનું આશ્ચર્ય
થયું તેમણે આગળ કહ્યું કે ‘આ સ્ક્રિપ્ટ આવી એટલે અમે એમ જ કીધું કે આ ફિલ્મમાં બુઝોનું જે પાત્ર છે ને પર્વ રિયલ લાઇફમાં પણ એવો જ છે તે સતત પ્રશ્નો કરતો જ રહે છે તે મારી દરેક વાત માને છે ક્યારેક જીદ કરે છે તે મને તમે જ કહીને સંબોધે છે ફિલ્મમાં માતા-પિતાથી છુપાઈને જે રીતે બુઝો ચાલ્યો જાય છે તેનાથી ઉલટું પર્વને હું ના પાડી દઉં કે નથી જવું બહાર તો તે ન જાય આ સીન કરતા પહેલા રડી પડ્યો હતો બુઝો ફિલ્મના શૂટિંગ સમયે થયેલા યાદગાર કિસ્સા અંગે રિદ્ધી ખખ્ખરે કહ્યું કે ભેંસ પર બેસવાના સીનમાં તે રડી પડ્યો કે હું ભેંસ પર નહીં બેસુ મને ડર લાગે છે ઝાડ પર બેસવાનું અને ફિશ પકડવાનું એ બધા સીન જોઇને મને લાગ્યું કે પર્વ કેમ કરશે આ બધું? જો કે આમ છતાં પર્વ એ બધા જ સીન સરળતાથી કર્યા હતા પર્વને શૂટિંગ પછી ગાડીમાંથી રુમ સુધી લઈ જવામાં ખૂબ મુશ્કેલી રહેતી એટલે તે ગાડીમાં જ ઉંઘી જતો હતો. તે કહેતો કે હું ખૂબ થાકી ગયો છું મને ગાડીમાં જ ઉંઘી જવા દો શૂટિંગ સાપુતારામાં હતું અને રોકાયા હતા પતંગ હોટલમાં આ વચ્ચેનું અંતર દોઢ કલાક સુધીનું હતું આ ફિલ્મના શૂટિંગના ચાર દિવસ અમારા માટે જિંદગીમાં સૌથી યાદગાર રહ્યા છે લોકડાઉને પર્વ ને એક્ટર તો બનાવી દીધો પણ ભણવામાં કેવો છે? પર્વને એક્ટિંગમાં રસ કેવી રીતે પડ્યો ? તે અંગે રિદ્ધિ ખખ્ખરે જણાવ્યું કે લોકડાઉન સમયે તે 6 વર્ષનો હતો અને એ સમયે તેમના વીડિયોઝ બનાવતા હતા અમે તેને કહેતા કે દીકરા તારે એક્ટિંગ કરવાની છે પણ તે ગંભીરતાથી લેતો નહોતો અને કહેતો કે ઓકે કરી લઉં પરંતુ જ્યારે તે વીડિયો કરે ત્યારે એમ લાગે કે આમણે એક્ટિંગનો કોર્સ કર્યો હશે? ફિલ્મમાં શરૂઆતમાં થોડી મુશ્કેલી પડી પણ પછી તો તે ફટાક દઈને કરવા લાગ્યો પર્વ અડધા કલાકમાં જ એક્ટિંગ સાથે એક પેઇજના ડાયલોગ કરી દે છે તે સ્ટડીમાં પણ હોંશિયાર છે તેની સાથે સાથે તેનું હિરો બનવાનું પણ સપનું છે તેને તેમના પિતા નીરવ ખખ્ખર જ બધું શીખવે છેડાયરેક્ટરને મળી પર્વએ તાજેતર માં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ જ્ઞાન વત્સલ્ય સ્વામી ને મળવા ની ઈચ્છા વ્યક્ત કરી  પર્વ ખખ્ખરે મુલાકાત લીધી તે સમયે તેની જ્ઞાનવત્સલ સ્વામી સાથે થયેલી મુલાકાત અંગે પર્વના માતાએ કહ્યું કે અમે સત્સંગી નથી પણ હું જ્ઞાનવત્સલ સ્વામીને ફોલો કરું છું હું તેમની મોટિવેશનલ સ્પીચ સાંભળતી રહું છું એટલે પર્વ પણ તે સાંભળતો એટલે તેમણે કહ્યું કે હું જ્ઞાનવત્સલ સ્વામીને મળીશ અને ડાયરેક્ટર ધર્મેશ શાહને કહ્યું કે મને જ્ઞાન વત્સલસ્વામીને મલાવશોને? મહંત સ્વામીને તો મળી જ લીધું હતું તેને ઘણાં સમયથી તિલક કરવાની ઇચ્છા હતી જ્ઞાનવત્સલ સ્વામીને કહ્યું કે પહેલીવાર તમે તિલક કરી દો પછી જ હું નિયમિત તિલક કરીશ ત્યાર બાદ તેમને જ્ઞાનવત્સલ સ્વામીએ તિલક કરી દીધું હતું હાલ તે દરરોજ તિલક કરીને જ સ્કૂલે જાય છે
પર્વના માતા રિદ્ધિ ખખ્ખરે પર્વ સાથે તેમના ફેવરિટ ફિલ્મ એક્ટર એક્ટ્રેસ અને શોખ અંગે વાત કરી હતી પર્વએ પોતાના ફેવરિટ એક્ટર અને એક્ટ્રેસ અંગે જણાવ્યું કે મારો ફેવરિટ એક્ટર ટાઇગર શ્રોફ છે તેની એક્શન જોરદાર હોય છે મેં તેની મુન્ના માઇકલ બાગી બાગી-2 બાગી-3 સ્ટુડન્ટ ઓફ ધ યર-2 ફિલ્મ જોઇ છે મારે ટાઇગર શ્રોફ જેવા એક્ટર બનવું છે હું તેના માટે ગમે એટલી મહેનત કરીશ. જ્યારે મારી ફેવરિટ એક્ટ્રેસ આલિયા ભટ્ટ છે મને તેનુ બ્રહ્માસ્ત્ર ફિલ્મ ખૂબ ગમે છે. મેં તેની ગંગુબાઈ કાઠીયાવાડી ફિલ્મ પણ જોઈ છે મને ફૂટબોલ અને ક્રિકેટ રમવા ખૂબ ગમે છે સતત પ્રશ્ન કરતો બુઝો આ મહાપુરુષોને પણ ઓળખે છે અને મહાપુરુષો અંગે પૂછ્યું તો પર્વએ કહ્યું કે મહાપુરુષોમાં મેં લાલબહાદુર શાસ્ત્રી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહલાલ નહેરુ ગાંધીજી અને લોકમાન્ય તિલકના નામ સાંભળ્યા છે આ અંગે અમને સ્કૂલમાં પણ માહિતી મળે છે ફેવરિટ સ્થળ કયું છે? પર્વએ પોતાની ફેવરિટ ગેમ અને ભોજન અંગે જણાવ્યું કે મને ચાઇનીઝ ગાંઠીયાનું શાક અને મેગી ખૂબ જ ભાવે છે જ્યારે ગેમઝોન મારું ફેવરિટ સ્થળ છે તેમજ (વિલેજ ઓફ બુઝો)જ્યારે સી ઓફ સુવર્ણા સંત પરમ હિતકારી.તૂટે હ્રદય, તૂટે ઘર, ચલો તોડ દે યે બંધન જેવા શો પણ ખૂબ ગમ્યા હતા 
ગમ્યા હતા 
ફિલ્મના રાઇટર પ્રકાશ કાપડિયા  નીતિન દેસાઈ (પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર) હિતેન ગણાત્રા સહિત કલા પારખું અને સંતો એ દર્શાવ્યા ના સિદ્ધાંતો નું આચરણ કરતી ટીમ એટલે ‘ધ વિલેજ ઓફ બુઝો’ની આ છે સ્ટોરી ‘ધ વિલેજ ઓફ બુઝો’ના ઓપનિંગ સીનમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ દિલીપ જોશી બાળકોને માતા-પિતાની વાત માનવાની શીખ આપતા જોવા મળે છે ત્યાર બાદ વાર્તા શરૂ થાય છે.‘ધ વિલેજ ઓફ બુઝો’માં એક બંગારુ જાતિની વાર્તા છે તેનું ગામ પહાડો વચ્ચે જંગલોમાં આવેલું છે બુઝોના મનમાં અનેક સવાલો હોય છે અને તે સવાલોથી તેના માતા-પિતાને પણ મુંઝવણમાં મૂકી દે છે એક દિવસ એક વાઘ આવીને બુઝોના ગામમાં એક વાછરડાને લઈ જાય છે જેથી ગામવાસીઓ ભેગા મળીને નક્કી કરે છે કે બાળકોએ ઘરની બહાર ન જવું. આ તરફ બુઝોના પિતા પણ ઘરને ફરતે લાકડા અને દોરીની મદદથી વાડ બનાવી દે છે સાથે બુઝોને ઘર બહાર ન જવાનું કહે છે પરંતુ બુઝો માનતો નથી આથી તેઓ બુઝોને કબીલના મુખીયા બડે બંગારુ પાસે લઈ જાય છે અને તેમના દ્વારા બુઝોની કમરે ઘંટડીઓવાળી દોરી બંધાવી દે છે. તેમણે બુઝોને એમ પણ કહ્યું કે જો આ ઘંટડીઓ છોડશે તો તેની માતા મરી જશે ગામના ઘણા બાળકોને આવી ઘંટડીઓ બાંધવામાં આવી હતી. જેથી બાળકો ઘરની આસપાસ રમતા હોય તો સતત અવાજ આવે એને માતા-પિતાને જાણ રહે કે બાળક રમી રહ્યું આવી સુંદર હદયસ્પર્શી સ્ટોરી ધરાવતી ફિલ્મ માં અદા ના કલાકારો સાથે કામ કરનાર પર્વ ખખ્ખર ગમે ત્યાં જય સ્વંયમ પર્વ બની જાય છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]