રાજકોટમાં મોંઘેરા કલબમાં બર્થડે પાર્ટી ઉજવવા 3 વિદ્યાર્થીઓએ બાંધકામ સાઇટ પરથી ભંગારની ચોરી કરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ysyk8jliwcywhkho/" left="-10"]

રાજકોટમાં મોંઘેરા કલબમાં બર્થડે પાર્ટી ઉજવવા 3 વિદ્યાર્થીઓએ બાંધકામ સાઇટ પરથી ભંગારની ચોરી કરી


જાલી નોટમાં કોલેજિયન છાત્રો ઝડપાયા બાદ હવે સ્કૂલના વિદ્યાર્થીઓની ચોરીમાં સંડોવણી સામે આવી.

રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ મથકે તાજેતરમાં જ જાલી નોટ સાથે આત્મીય કોલેજ અને ગારડી કોલેજના બે છાત્રોને ઝડપી લીધા હતા. હજુ આ બનાવ તાજો છે ત્યાં યુનિવર્સિટી પોલીસે ભંગાર ચોરીમાં શહેરની જાણીતી અને પ્રતિષ્ઠિત અંગ્રેજી માધ્યમની શાળાના ત્રણ સગીર વયના વિદ્યાર્થીઓને ઝડપી લીધા છે. પકડાયેલા આ ત્રણેય છાત્રો મિત્રો હોય તેઓને બર્થ ડે પાર્ટી કાલાવડ રોડ પર આવેલા મોંઘેરા કલબમાં મનાવવી હોય જેના માટે પૈસા ભેગા કરવા તેઓ ભંગાર ચોરીના રવાડે ચડયા હોવાનું જાણવા મળ્યું છે. એક વખત તેમાં સફળ થયા બાદ ફરી ચોરી કરવા જતાં પોલીસની ઝપટે ચડી ગયા હતા. જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]