માળીયા હાટીના નું ગૌરવ સામાન્ય પરિવારની દીકરી માળિયા હાટીના શહેરમાં કરાટે માં બ્લેક બેલ્ટ મેળવનાર પ્રથમ વ્યક્તિ. - At This Time

માળીયા હાટીના નું ગૌરવ સામાન્ય પરિવારની દીકરી માળિયા હાટીના શહેરમાં કરાટે માં બ્લેક બેલ્ટ મેળવનાર પ્રથમ વ્યક્તિ.


માળીયા હાટીના શહેરના અતિ સામાન્ય પરિવાર નાથજી પ્રકશનાથ પોતે સામાન્ય છૂટક કામ કરી ગુજરાન ચલાવે

નાથજી પ્રકાશનાથ ની આર્થિક પરિસ્થિતિ પણ સામાન્ય પરંતુ પોતાની દીકરી હેતવી કે જે માત્ર 18 નાની હોય અને પિતાને પોતાને સ્પોર્ટ્સ માં કારકિર્દી બનાવવાની
વાત કરી અને કરાટે માં જવાની વાત કરી

પિતાને ખબર પણ ના હતી કે કરાટે શું છે તેમ છતાં એગ્રી થઈ જુનાગઢ જિલ્લાના ઘણા વર્ષોથી કરાટે કોચ શિહાન પ્રવીણ ચોહાણ નો સંપર્ક કરી દીકરીની ઈચ્છા જણાવી

ત્યારે તેની ટ્રેનીંગ ચાલુ થઈ અને ખર્ચ માટે દીકરીએ પણ પપ્પાને તકલીફ ના પડે સ્થાનિક લેવલે પોતે પણ બાળકોને તાલીમ આપવાની ચાલુ કરી

ગત તા 17ના ગીર સોમનાથ ખાતે ઓપન કરાટે કેમ્પમાં પરીક્ષા પાસ કરી બ્લેક બેલ્ટ મેળવવામાં સફળતા મળી હતી

દશનામ ગૌસ્વામી સમાજ માં સૌપ્રથમ પહેલી દીકરી હેતવીએ બ્લેક બેલટ મેળવતા માળીયા હાટીના દશનામ ગૌસ્વામી સમાજના આગેવાન સોનલબેન ગૌસ્વામી,
રમેશભાઈ ભાર્થી, નારણ ભાર્થી, ઘનશ્યામગિરી, પ્રવીણભાઈ ગૌસ્વામી, આનંદભાઈ ગૌસ્વામી,પ્રફુલભાઈ ભાર્થી, બળવંત ગિરી
સન્માન માટે હેતવીના ધરે પહોંચ્યા હતા શુભેચ્છા આપી હતી

હેતવિ માળિયા હાટીના શહેરની એકમાત્ર બ્લેક બેલ્ટ ધરાવતી વ્યક્તિ બની દશનામ ગૌસ્વામી સમાજ પરિવાર અને સમગ્ર માળીયા હાટીના તાલુકાનું નામ રોશન કર્યું છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.