તલોદના લવારી પાસે નિર્માણ થતા જેટકો સબ સ્ટેશનમાં ભીષણ આગ. પ્રાંતિજ પાલિકાની ફાયર ટીમે ૩ કલાકે આગ કાબૂમાં લીધી. - At This Time

તલોદના લવારી પાસે નિર્માણ થતા જેટકો સબ સ્ટેશનમાં ભીષણ આગ. પ્રાંતિજ પાલિકાની ફાયર ટીમે ૩ કલાકે આગ કાબૂમાં લીધી.


તલોદ તાલુકાના લવારીથી કાલીપુરા જવાના માર્ગ ઉપર વિદ્યુત બોર્ડ દ્વારા જેટકોના પાવર સ્ટેશનના નિર્માણનું કામ કાજ ચાલી રહ્યું છે.આ કામ કાજ માટે કંન્સટ્રકશનનું કામ કરતાં કેટલાક શ્રમજીવીઓ રસોઈ બનાવ્યા બાદ ચુલાની આગ બુઝાવવાનુ ભૂલી જતા ઘોર બેદરકારી ને કારણે આગ અન્ય ચુલાની આસપાસ પડેલ બળતણ લાકડામાં પ્રસરતા આગ જોત જોતામાં આખા સબ સ્ટેશન કેમ્પસમાં પ્રસરી જતાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરતાં આગના ધુમાડાના ઘોટેઘોટા નિકળતા જેટકો કેમ્પસમાં ભીષણ આગ લાગ્યાની જાણ થતા મોટી સંખ્યામાં સ્થાનિકો સહિત પ્રજ્ઞેશભાઈ પટેલ ઘટના સ્થળે દોડી જઈ બનાવ અંગે પ્રાંતિજ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઈટરના જવાનો સ્થળ ઉપર દોડી જઈ ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવા આવતા સ્થાનિકો હાશકારો અનુભવ્યઓ હતો. વધુમાં આ બાબતે પ્રક્ષેશભાઈ એ જણાવ્યું હતુંકે જો વહેલી તકે આગ કાબુમાં ન આવી હોત તો આસપાસના ખેડૂતોના વાવેતર કરવામા આવેલ ઘઉંનો ઉભો પાક પણ આગની લપેટમાં આવી ગયો હોત.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.