દામનગર :" દામનગર સહિત ગ્રામ્ય પંથકમાં શ્રી હનુમાનજી દાદાનાં જન્મોત્સવની આસ્થા અને ભક્તિ ભાવથી ઉજવણી કરાઈ.". - At This Time

દામનગર :” દામનગર સહિત ગ્રામ્ય પંથકમાં શ્રી હનુમાનજી દાદાનાં જન્મોત્સવની આસ્થા અને ભક્તિ ભાવથી ઉજવણી કરાઈ.”.


દામનગર :" દામનગર સહિત ગ્રામ્ય પંથકમાં શ્રી હનુમાનજી દાદાનાં જન્મોત્સવની આસ્થા અને ભક્તિ ભાવથી ઉજવણી કરાઈ.". મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનના પરમ સેવક - ભક્તશ્રી હનુમાનજી દાદાનાં જન્મોત્સવની ઉજવણી ગામે - ગામ કરવામાં આવી હતી. દામનગર થી માત્ર બે કી.મી.નાં અંતરે આવેલ લાઠી તાલુકાના રાભડા ગામની ભૂમિ ઉપર સ્થાપિત કરવામાં આવેલ તાત્કાલિક હનુમાનજી મંદિર ( આશ્રમ )માં આજે મંગળવારે હનુમાનજી દાદાનાં જન્મોત્સવના અવસર પર નૂતન ધ્વજા રોહણ કરવામાં આવેલ અને આ ગામના ભૂદેવ શ્રી અશોકભાઈ જોશીએ આરતી કરી દર્શને આવતા દર્શનાર્થીઓને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ આશ્રમ ( મંદિર ) ૪૦ વર્ષ પુરાણું છે. દામનગર - ભટવદર ગામ વચ્ચે આવેલ આ મંદિર ( આશ્રમ ) માં અહીથી પસાર થતા વાહન ચાલકો અને વટેમાર્ગુઓ તેમજ સાધુ - સંતો દર્શન કરવા અવશ્ય પધારે છે. ( તસ્વીર - નીતિન રાઠોડ. અહેવાલ = અતુલ શુક્લ દામનગર.)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.