જસદણમાં ડોક્ટર એસોસિએશન દ્વારા મામલતદાર કચેરી એસ.ડી.એમને આવેદનપત્ર પાઠવ્યું - At This Time

જસદણમાં ડોક્ટર એસોસિએશન દ્વારા મામલતદાર કચેરી એસ.ડી.એમને આવેદનપત્ર પાઠવ્યું


જસદણમાં ડોક્ટર એસોસિએશન દ્વારા મામલતદાર કચેરી એસ.ડી.એમને આવેદનપત્ર પાઠવ્યું

જસદણમાં આટકોટ રોડ ઉપર હેત ઇમેજિંગ નામની હોસ્પિટલ આવેલ જે જેમાં ડોક્ટર પુષ્કર ડાભી અને તેમના વાઇફ બંને ડોકટર છે અને આ હોસ્પિટલ ચલાવી રહ્યા છે જેમાં ગત રોજનાં દિવસે વાલી બા ભીખુ ભાઈ ગીડા નામના પેશન્ટ સિટી સ્કેન બાબતે હોસ્પીટલ ગયા હતા અને પેશન્ટ પાસે પૈસાની સગવડ ન હતી તો પૈસા ની સગવડ કરવા ગયેલા, ત્યાર બાદ બીજા પેશન્ટ ને સારવાર અર્થે વારો લઇ લેતા આ પેશન્ટ સાથે આવેલ વ્યકતિએ ધાક ધમકી આપી અપ શબ્દો બોલવા લાગ્યા હતા અને આ આખી ઘટના હોસ્પીટલ અંદર બની હતી. અને ડોકટર સાંજે હોસ્પીટલ બંધ કરી ઘર તરફ રવાના થયા ત્યારે આટકોટ રોડ જળ સર્કલ પાસે 4 થી 6 લોકોએ રોડ ઉપર ડોક્ટરની ગાડી ઉભી રખાવી માર મારી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ હતી જે તમામ બાબત મીડિયા સમક્ષ રજૂ કરી હતી. અને આ બનાવ થતાં સમગ્ર ડોક્ટર એસોસિએશન જસદણ પોલીસ સ્ટેશન જઈ આ ઘટના બાબતે ફરિયાદ નોંધી હતી, અને આજરોજ જસદણ શહેર ના સમગ્ર એસોસિએશન જસદણ મામલતદાર કચેરી ખાતે એસ ડી એમ ને આવેદનપત્ર પાઠવ્યુ હતું જેમાં ડોક્ટર એસોસીએશનની માંગ હતી કે આવી રીતે ભવિષ્યમાં કોઇ ઘટના ન ઘટે અને અસામાજિક તત્વો ખોટી રીતે ડોક્ટરોના હેરાન ન કરે તે બાબતે જસદણ મામલતદાર કચેરીમાં એસ ડી એમ ને આવેદનપત્ર આપ્યું હતું.

Report Rasik visavaliya Jasdan
Photo By Vijay Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.