EDએ નેશનલ હેરાલ્ડ હાઉસ સ્થિત યંગ ઈન્ડિયાની ઓફિસ સીલ કરી - At This Time

EDએ નેશનલ હેરાલ્ડ હાઉસ સ્થિત યંગ ઈન્ડિયાની ઓફિસ સીલ કરી


નવી દિલ્હી, તા. 3 ઓગસ્ટ 2022, બુધવારનેશનલ હેરાલ્ડ કેસનો મામલો રંગેચંગે ઉંચકાઈ રહ્યો છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે આ મામલે પૂછપરછ કર્યા બાદ આજે કેન્દ્રિય તપાસ એજન્સી EDએ નેશનલ હેરાલ્ડ પેપર સાથે જોડાયેલા એક કથિત મની લોન્ડ્રિંગ કેસમાં ઓફિસ સીલ કરી છે.પ્રવર્તન નિર્દેશાલયે દિલ્હીમાં નેશનલ હેરાલ્ડ હાઉસ સ્થિત યંગ ઇન્ડિયાના કાર્યાલયને સીલ કરી દીધું છે. આ સાથે જ ઇડીએ નિર્દેશ પણ આપ્યો છે કે એજન્સીની પરવાનગી વગર પરિસર ફરી શરૂ કરવામાં ન આવે.રાહુલ ગાંધી દિલ્હી પરત આવશે :કર્ણાટકમાં સિદ્ધારમૈયાના જન્મદિવસમાં શામેલ થવા કર્ણાટક ગયેલ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી આજે રાત્રે 10-10:30 આસપાસ કર્ણાટકથી દિલ્હી પરત ફરી શકે છે.આ અધોષિત ઈમરજન્સી છે :કોંગ્રેસ હેડક્વાર્ટર અને 10 જનપથને પોલીસ છાવણીમાં ફેરવવું એ અઘોષિત કટોકટી છે તેમ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક ટ્વિટ કરી કહ્યું છે. કેન્દ્રની મોદી સરકાર પર કેન્દ્રિય એજન્સીઓના દુરૂપયોગ બદલ આક્ષેપ કરતા ગેહલોતે કહ્યું કે નેશનલ હેરાલ્ડ (યંગ ઈન્ડિયન)ની ઓફિસને બળજબરીથી સીલ કરવામાં આવી છે. આ સાથે તેમણે દેશની જનતાને અવાજ ઉઠાવવા માટે કહ્યું કે જો આ સરમુખત્યારશાહી સરકાર સામે લોકો કોંગ્રેસ સાથે નહીં ઉભા થાય તો આખા દેશે ભોગવવું પડશે. કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ :યંગ ઈન્ડિયાને સીલ કર્યા બાદ કોંગ્રેસ હેડકવાર્ટર સહિત દિગ્ગજ કોંગ્રેસી નેતાઓના ઘરને છાવણીમાં ફેરવી દેવાતા કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર આક્ષેપો કરતા કહ્યું કે મોદી સરકાર બદલાની રાજનીતિ રમે છે. કેન્દ્રની આ ચાલથી કોંગ્રેસ ડરવાવાળી નથી. ભાજપ ઈચ્છે છે કે કોંગ્રેસ દબાણમાં આવે અને મોંઘવારી, જીએસટી ભાવવધારા, બેરોજગારી સહિતના મુદ્દાઓ પર પીછેહઠ કરે પરંતુ આ ભાજપની ભૂલ છે. કોંગ્રેસ વધુ મજબૂતાઈથી વિરોધ કરશે અને જનતાના સવાલ ઉઠાવશે.5મી ઓગષ્ટે કોંગ્રેસ દેશવ્યાપી આંદોલન કરવાનું છે અને તેથી જ ડરીને ભાજપ અમને દબાવી રહ્યું છે તેમ જયરામ રમેશે જણાવ્યું હતુ. 5મી ઓગષ્ટ પહેલા આ ઓફિસ સીલ કરવી અને કોંગ્રેસ પ્રમુખ અને ઉપપ્રમુખના ઘરની પોલીસ ઘેરાબંધી બતાવે છે કે તમે કેટલા ડરેલા છો.તમે અમને ગમે તેટલા દબાવવાનો પ્રયાસ કરો અમે લોકશાહી ઢબે જ વિરોધ કરીને જનતાનો અવાજ ઉઠાવીશું અને તમારી દમનકારી નીતિનો વિરોધ કરીશું તેમ સિંઘવીએ ઉમેર્યું હતુ.આ કાર્યવાહીની સાથે કોઇ અનિશ્ચિનિય બનાવ ન બને તે માટે બીજી બાજુ દિલ્હીમાં AICC હેડકવાર્ટરની બહાર વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. અકબર રોડ પર પણ અવરજવર બંધ કરવામાં આવી છે.EDએ મંગળવારે સોનિયા ગાંધી-રાહુલ ગાંધીની કંપની યંગ ઇન્ડિયાની માલિકીવાળા નેશનલ હેરાલ્ડ પેપર સાથે જોડાયેલા 12 ઠેકાણા પર દરોડા પાડ્યાં હતા. કથિત મની લોન્ડરિંગના આ કેસમાં દિલ્હી સ્થિત બહાદુર શાહ જફર માર્ગ સ્થિત હેરાલ્ડ હાઉસમાં પણ તપાસ કરી હતી.  રાહુલ ગાંધીએ ઇડીની કાર્યવાહી બાદ એક પોસ્ટ કરીને લખ્યું હતુ કે, પોતાને એકલા ન સમજો, કોંગ્રેસ તમારી અવાજ છે અને તમે કોંગ્રેસની તાકત... અમે ડરીશુ નહી, ન ડરાવવા દઇશુ. તાનાશાહના દરેક ફરમાનથી જનતાનો અવાજ દબાવવાના પ્રયત્નથી આપણે લડવાનુ છે..તમારા માટે અમે અને કોંગ્રેસ પાર્ટી લડતા આવ્યા છીએ અને આગળ પણ લડીશુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.