શું છે 'નેશનલ હેરાલ્ડ' કેસ ? આથી ગાંધી કુટુમ્બની મુશ્કેલી વધે તેમ છે - At This Time

શું છે ‘નેશનલ હેરાલ્ડ’ કેસ ? આથી ગાંધી કુટુમ્બની મુશ્કેલી વધે તેમ છે


- આ કેસ 'ઈકવીટી' લેણદેણ સંબંધે છે : જેમાં સોનિયા ગાંધી અને રાહુલ પર AJLની 2000 કરોડની સંપત્તિ 50 લાખમાં ખરીદવાનો આરોપ છેનવી દિલ્હી : પ્રવર્તન નિર્દેશનાલયે (ઇડીએ) 'નેશનલ હેરાલ્ડ' સંબંધે કેસમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, પક્ષના નેતા રાહુલ ગાંધી ઉપર ગોટાળા કરવા માટે કેસ દાખલ કર્યો છે તો જાણો આ કેસ શો છે ?સીધા શબ્દોમાં કહીએ તો આ કેસ 'ઈક્વીટી' લેણ-દેણ સંબંધે છે. જેમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી તેઓના પુત્ર રાહુલ ગાંધી પર એસોસિએટેડ - જર્નલ્સ લિમિટેડ (AJL) ની રૂા. ૨૦૦૦ કરોડથી પણ વધુ સંપત્તિ રૂા. ૫૦ લાખમાં ખરીદવાનો અને કહેવાતી પૈસાની હેરાફેરી કરવાનો આરોપ છે.આ કેસમાં ૩ નામ સામેલ છે. એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) યંગ ઇંડિયા લિમિટેડ (YIL) અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ.૨૦૧૨ માં ભાજપના નેતા અને અગ્રીમ વકીલ સુબ્રમણ્યમ્ સ્વામીએ નીચેની અદાલતમાં એક ફરિયાદ રજૂ કરી હતી. તેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે YIL દ્વારા AJL ઉપર કાબુ જમાવવામાં કેટલાક કોંગ્રેસી નેતાઓ છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં સામેલ હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે YIL દ્વારા નેશનલ હેરાલ્ડની સંપત્તિને દુર્ભાવપૂર્ણ રીતે હડપ કરી હતી.અત્રે યાદ આપવું જરૂરી છે કે નેશનલ હેરાલ્ડ વર્તમાનપત્ર ૧૯૩૮માં પંડિત જવાહરલાલ નહેરૂએ કેટલાક સ્વાતંત્ર્ય સેનાનીઓની સાથે મળી સ્થાપ્યું હતું. તેનો હેતુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંની 'લિબરલ બ્રિગેડ'ની ચિંતાઓને અવાજ આપવાનો હતો. એસોસિએટડ જર્નલ્ડ લિમિટેડ (AJL) દ્વારા પ્રકાશિત આ અખબાર આઝાદી પછી કોંગ્રેસ પાર્ટીનું મુખપત્ર બની રહ્યું. AJL દ્વારા બે અન્ય વર્તમાન પત્રો પણ પ્રકાશિત કરવામાં આવ્યાં હતાં. એક હિન્દીમાં બીજું ઉર્દૂમાં. ૨૦૦૮ સુધીમાં તેની ઉપર ૯૦ કરોડ રૂપિયાથી પણ વધુ દેવું થઈ ગયું હોવાથી તે બંધ કરવામાં આવ્યો.AJL તે નહેરૂની બુદ્ધિની ઉપજ હતી. ૧૯૩૭માં નહેરૂએ પોતાના ૫૦૦૦ શેર હોલ્ડર્સ તરીકે સ્વાતંત્ર્ય સેનાનીઓને સાથે રાખ્યા હતા. તે રીતે કંપની શરૂ કરી. કંપનીને વિશેષ રૂપે કોઇ વ્યક્તિ સાથે સંબંધ ન હતો. ૨૦૧૦માં કંપનીના ૧,૦૫૭ શેરહોલ્ડર્સ હતા. તેમાં ખોટ આવતાં તે 'યંગ ઇંડિયાને' હસ્તાંતરિત કરાઈ. AJL દ્વારા ૨૦૦૮ સુધી અંગ્રેજીમાં 'નેશનલ હેરાલ્ડ' ઉર્દૂમાં 'કૌમી આવાઝ' અને હિન્દીમાં નવજીવન પ્રકાશિત કરવામાં આવતાં હતા. જાન્યુ. ૧૨, ૨૦૧૬માં તે ત્રણે દૈનિક ફરી શરૂ કરવા નિર્ણય લેવાયો.'યંગ ઈન્ડિયા'ની સ્થાપના ૨૦૧૦માં થઈ જેમાં રાહુલ એક ડાયરેક્ટર હતા તેના ૭૬ ટકા શેર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પાસે છે. ૨૪ ટકા શેર કોંગ્રેસી નેતા મોતીલાલ વ્હોરા અને ઓસ્કર ફર્નાન્ડીઝ પાસે છે. કોંગ્રેસનો દાવો છે કે આ કોઈ વ્યાપારી સંચાલન નથી.પૂર્વ કાનૂન મંત્રી શશીભૂષણ, અને અલ્હાબાદ તથા મદ્રાસ હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધિશ માર્કડેય કાત્જુ સહિત અન્ય શેર હોલ્ડર્સે આક્ષેપ કર્યો હતો કે YIL દ્વારા જ્યારે AJL ખરીદવામાં આવ્યું ત્યારે તેમને જાણ પણ કરી ન હતી. કોઈ નોટિસ અપાઈ ન હતી, અને તેમના પિતાઓ દ્વારા ખરીદાયેલા શેરો ૨૦૧૦માં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા અને તે પણ તેમની જાણ સિવાય કે સહમતિ સિવાય.સુબ્રમણ્યમ્ સ્વામીએ 'નેશનલ હેરાલ્ડ' કેસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મોતીલાલ વોરા, ઓસ્કર ફર્નાન્ડીઝ અને ટેકનોક્રેટ સામ-પિત્રોડાના નામ આપ્યા છે. સ્વામીનું કહેવું છે કે YIL દ્વારા ૨૦૦૦ કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ અને લાભ પ્રાપ્ત કરવા માટે ખોટી રીતે નિષ્ક્રિય પ્રિન્ટ મડીયા આઉટલેટની મિલ્કત અધિગ્રહિત કરી હતી. (તેની ઉપર કાબુ મેળવ્યો હતો)તેમણે કહ્યું હતું કે ૯૦.૨૫ કરોડ રૂપિયાની વસુલાત માટે ૫૦ લાખ રૂપિયા અપાયા હતા. વળી AJL ને મળેલી રકમ પણ ગેરકાયદે હતી કારણ કે તે પાર્ટી ફંડમાંથી લેવાઈ હતી.૨૦૧૪ માં ED એ તે અંગે તપાસ શરૂ કરી, તે એ જોવા માટે કે તેમાં કોઈ મની લોન્ડરિંગ થયું છે કે કેમ ? ૧૮ સપ્ટે. ૨૦૧૫માં ફરી તપાસ શરૂ કરાઈ.કોંગ્રેસનું કહેવું છે કે, YIL તો સમાજ સેવા માટે રચવામાં આવ્યું હતું નફા માટે નહીં. તેથી તેની લેણ-દેણમાં કોઈ ગેરકાનૂની રીતી હતી જ નહીં. વળી શેરોના ટ્રાન્સફર તો એક કોમર્શિયલ ટ્રાન્સફર જ હતાં તેથી સ્વામી દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ માત્ર અને માત્ર રાજકીય કારણોસર પ્રેરિત જ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.