લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત નોડલ ઓફિસરોનો તાલીમ કાર્યક્રમ યોજાયો - At This Time

લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત નોડલ ઓફિસરોનો તાલીમ કાર્યક્રમ યોજાયો


લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત નોડલ ઓફિસરોનો તાલીમ કાર્યક્રમ યોજાયો

બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી વ જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત બોટાદ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે નોડલ ઓફિસરોનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મદદનીશ ચૂંટણી અધિકારી વ પ્રાંત અધિકારી,મામલતદારઓ,ઝોનલ અધિકારીઓ,એમસીસી ટીમ,નાયબ મામલતદારઓ સહિતનાં વિવિધ નોડલ ઓફિસરોને ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી હતી.આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાર્ગવભાઇ પટેલ તથા પ્રાંત અધિકારી એસ.વી.ચૌધરી દ્વારા ઉપસ્થિત તમામ અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કે.એન.કાચા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.