હળવદના માથક પશુ દવાખાનામાં કેન્દ્ર સરકાર દ્વારા (ફરતું પશુ દવાખાનુ) ૧૯૬૨ એમ્બ્યુલન્સ ફળવાઇ - At This Time

હળવદના માથક પશુ દવાખાનામાં કેન્દ્ર સરકાર દ્વારા (ફરતું પશુ દવાખાનુ) ૧૯૬૨ એમ્બ્યુલન્સ ફળવાઇ


મોરબી જિલ્લામાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ 10 (ફરતું પશુ દવાખાનુ) એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી જેમાંથી મોરબી જિલ્લાના હળવદ ના માથકના પશુ દવાખાને કેન્દ્ર સરકારની યોજના હેઠળ માથક પશુ ડોક્ટર હેઠળ આવતા 9 ગામ ચૂંપણી, ખેતરડી, માણેકવાડા, શિવપુર, ડુંગરપુર, રાતાભેર, રાયધ્રા, રણછોડગઢ, સુંદરી ભવાની અને માથક કુલ 10 ગામોના પશુપાલકોને ફોનમાં ૧૯૬૨ ડાયલ કરવાથી તેમના ઘર બેઠા પશુ સારવાર થઈ શકશે આ કાર્યક્રમમાં માથક ગામના બક્ષીપંચ મોરચાના પ્રદેશ કારોબારી સભ્યો રાજભા ટાંક, માધુભાઈ ભરવાડ, બટુકભાઈ ગોરાણીયા, સરપંચ વાઘજીભાઈ ઠાકોર, તેમજ પશુ ડોક્ટર સાહેબ આગેવાનો હાજર રહ્યા હતા.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.