મંત્રીશ્રીગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા” યોજાઇ: ગ્રામજનો દ્રારા ઉત્સાહભેર ઠેરઠેર સ્વાગત - At This Time

મંત્રીશ્રીગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા” યોજાઇ: ગ્રામજનો દ્રારા ઉત્સાહભેર ઠેરઠેર સ્વાગત


લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું.
-------------
             "વંદે ગુજરાત" વિકાસ યાત્રાના ચોથા દિવસે વિકાસ યાત્રા રથ પ્રાંતિજના મજરા ખાતે અન્ન અને નાગરીક પુરવઠા રાજ્યકક્ષા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં પહોંચતા ગ્રામજનોએ તેનું ઉષ્મા સ્વાગત અને બાળાઓ દ્રારા પરંપરાગત સ્વાગત  કરાયું હતું.     
      મજરા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગામડાંના લોકોની ચિંતા કરી છેવાડાના માનવી  માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. શિક્ષણની ક્ષેત્રે આમૂલ પરીવર્તન કરી દિકરીઓના શિક્ષણ માટે અથાગ પ્રયત્નો કર્યા છે. કન્યાકેળવણી, આરોગ્ય સેવા ક્ષેત્રે ગરીબો માટે પાંચ લાખ સુધીની તબિબિ સારવાર મફત આપી છે. આજે વિશ્વ ફલક પર ભારતની નામના વધારી છે. ગુજરાતના આ વિકાસની શરૂઆત વડાપ્રધાનશ્રી દ્રારા કરવામાં આવી હતી. વિકાસ યાત્રાનો રથ આજે ગામેગામ ફરી રહ્યો છે, ત્યારે  સરકારશ્રીની અમલી વિવિધ યોજનાઓનો ગામે ગામ મહત્તમ પ્રચાર પસાર થાય તેવો ઉદ્દેશ આ વિકાસ રથનો રહેલો છે.
    આ સાથે સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્માના ખેરોજ અને ખેડબ્રહ્મા નગરપાલિકા       વિસ્તારમાં નાગરીકો દ્રારા રથનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળાની બાળાઓએ સ્વાગત ગીત દ્રારા સ્વાગત કર્યું હતું. આ સાથે ગામની સફાઇ, યોગ, વાનગી સ્પર્ધાઓ, પશુ આરોગ્ય કેમ્પ વગેરે 
સ્વાગત ગીત દ્રારા સ્વાગત કર્યું હતું. આ સાથે ગામની સફાઇ, યોગ, વાનગી સ્પર્ધાઓ, પશુ આરોગ્ય કેમ્પ વગેરે પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.  
        આ પ્રસંગે બંન્ને તાલુકાઓમાં લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું.
    આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, ગામના સરપંચશ્રીઓ તેમજ લાભાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
         


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.