સુરેન્દ્રનગર કુંભારપરાના નાકા સામેની ગલીમાં ખુલ્લી જગ્યામાં જુગાર ધામ ઝડપાયુ. - At This Time

સુરેન્દ્રનગર કુંભારપરાના નાકા સામેની ગલીમાં ખુલ્લી જગ્યામાં જુગાર ધામ ઝડપાયુ.


સાત ઈસમો સહિત 36,700 ના મુદ્દામાલ સાથે જુગાર અંગેનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન

સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અજીતસિંહ સોલંકી, રાજેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ, સહિત સમગ્ર ટીમ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા દરમિયાન અજીતસિંહ સોલંકી ને ખાનગી આધારે બાતમી મળતાં સુરેન્દ્રનગર કુંભારપરાના ના કે આવેલ પેટ્રોલપંપની સામેની ગલીમાં ખુલ્લી જગ્યામાં અમુક ઈસમો બેસીને ગુડદી પાસા વતી પૈસાની હારજીતનો જુગાર રમે છે તે હકીકત મળતા બાતમી વાળી જગ્યાએ રેડ કરતા સંજયભાઈ વિનુભાઈ દેહગામા જાતે ત.કોળી ઉ.22, નવઘણભાઈ નાનુભાઈ કોડિયા જાતે ચુ.કોળી ઉ.32, જયદીપભાઇ દિલીપભાઈ શેખ ત.કોળી ઉ.24, મુકેશભાઈ વિઠ્ઠલભાઈ દલોલીયા જાતે ચુ.કોળી ઉ.36, મહેન્દ્રભાઈ ભીખાભાઈ ગાડલીયા ચુ.કોળી ઉ.34, દિનેશભાઈ કાળુભાઈ બાટિયા જાતે ચુ.કોળી ઉ.35, સંજયભાઈ શંકરભાઈ વડેસા જાતે ચુ.કોળી ઉ.30 રહે બધા સુરેન્દ્રનગર વાળાઓને ગુડદી પાસાનો પૈસાની હાર જીતનો જુગાર રમતા રેડ દરમિયાન રોકડા રૂ.28,700 તથા મોબાઇલ નંગ 2 કિ.રૂ.8,000 એમ કુલ મળીને કિ.રૂ.36,700 ના મુદ્દામાલ સાથે મજકૂર સાતેય ઈસમો વિરૂદ્ધમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી અજીતસિંહ સોલંકી નાઓ ચલાવી રહ્યા છે.

એટ ધીસ ટાઈમ ન્યૂઝ
ઉમેશભાઈ બાવળિયા સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon