જસદણમાં કમોસમી વરસાદને કારણે વીજળી પડતા ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચી - At This Time

જસદણમાં કમોસમી વરસાદને કારણે વીજળી પડતા ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચી


જસદણમાં કમોસમી વરસાદને કારણે વીજળી પડતા ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચી

જસદણ પંથકમાં ગઈકાલે વીજળીના કડાકા ભડાકા થતા વરસાદ ખાબક્યો હતો અને જસદણ તાલુકાના ધોબીપરા વિસ્તારમાં એક મકાન ઉપર વીજળી પડી હતી અને આ વીજળી પડતા ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. દિવાલોમાં પણ તિરાડ પડી ગઈ હતી તેમજ પરિવારજનો સાંજના સમયે ભોજન કરી રહ્યા હતા એ સમય દરમિયાન વીજળી પડતા બાળકો પતરાની નીચે દટાઈ ગયા હતા અને બાળકોને તેમજ એક વ્યક્તિને વીજળી પડતા ઇજા પહોંચી હતી. તેમજ આ વીજળી પડતા મકાનના તમામ પતરા નીચે પડતા ભાંગી જતા વેરવિખેર થયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.