પોરબંદરની ગોઢાણીયા છાત્રવાસી બહેનો માટે “માનસિક સ્વાસ્થ્ય” અંગે સેમિનાર યોજાયો - At This Time

પોરબંદરની ગોઢાણીયા છાત્રવાસી બહેનો માટે “માનસિક સ્વાસ્થ્ય” અંગે સેમિનાર યોજાયો


આજની યુવા પેઢી સોશ્યલ મીડિયાનો વધુ ઉપયોગ કરતાં અનિદ્રા, ડિપ્રેશન અને ચીડિયાપણું ની ગંભીર બીમારી તો ટીનેજરો માટે સોશિયલ મીડિયા ધીમા ઝેર સમાન: ડો એ.આર.ભરડા

ગોસા(ઘેડ) પોરબંદર
૨૬ વર્ષથી કન્યા કેળવણી ક્ષેત્રે શિક્ષણ શિસ્ત સંસ્કાર અને ચરિત્ર નિર્માણનું જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતી પોરબંદરની શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડો.વી.આર.ગોઢાણીયા કન્યા છાત્રાલય માં ટ્રસ્ટી શ્રીમતી જયશ્રીબેન ગોઢાણીયાના સબળ નેતૃત્વમાં અને કન્યા છાત્રાલયના એડમિનિસ્ટ્રેટર કિરણબેન ખૂંટીના માર્ગદર્શન તળે તાજેતરમાં છાત્રવાસી બહેનો માટે “માનસિક સ્વાસ્થ્ય “અંગે એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેમીનારની શરૂઆતમાં ગોઢાણી યાકન્યા છાત્રાલયના એડમીન સ્ટેટર કિરણબેન ખુટીએ બાળકની માનસિક સ્વાસ્થ્ય નો મોટો આધાર ઘર અને શાળા પર છે.તેમ જણાવીને સૌ મહાનુભાવોને આવકાર્યા હતા. આ પ્રસંગે પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ જાણીતા દાતા,અને શિક્ષણપ્રેમી ડો વિરમભાઇ ગોઢાણીયા એ જણાવ્યુહતું કે આપણી ક્ષમતા ઓળખી સ્વની ઓળખ મેળવી જેવા હૉ તેવી આપણી જાતને સ્વીકાર કરીને આત્મવિશ્વાસ કેળવીન ચિત રહેવું..મહિલાઓ તન મન થી તંદુરસ્ત હશે તો પરીવાર સ્વસ્થ્ય રહેશે. આ પ્રસંગે ગોઢાણીયા બી.એડ કૉલેજના ડાયરેકટર અને જાણીતા કેળવણીકાર ડો એ.આર.ભરડાએ જણાવ્યુ હતું કે આજની યુવા પેઢી સોશ્યલ મીડિયા પર સૌથી વધારે સમય વિતાવે છે જેના લીધે યુવાનોમાં અનિદ્રા અને ડિપ્રેશન ચીડિયાપણું ની બીમારી ખતરારૂપ છે. ટીનેજરો માટે સોશિયલ મીડિયા ધીમા ઝેર સમાન છે આથી યુવાનો એ સોશિયલ મીડિયાનો વિવેક બુદ્ધિથી ઊપયોગ કરવા અપીલ કરી હતી આં તકે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલના જાણીતાં ડો.મોસમીબેન મારુ, સાયકોલોજીસ્ટ મનીષભાઈ મારુ અને સોશિયલ વર્કર હેતલબેન મોઢા એ પરીક્ષા લક્ષી અને માનસિક સ્વાસ્થ્ય સંબંધી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે સમાજ જીવનની રહેણી કરણી અસંગતતા અને આર્થિક વિસંગતતા કે અસમાનતા ને લીધે વ્યક્તિના માનસમાં હિનભાવ જન્મે છે તેને મનોરોગી બનાવી દે છે મારા સહાધ્યેય કરતા મને ઓછા માર્ક મળ્યા.? સારી સંસ્થામાં મને પ્રવેશ ન મળ્યો? સારા પગારની આકર્ષણ નોકરીઓ ન મળી? મારા સાથી જેટલો હું ધંધામાં સફળ ન થયો? આવા વિચારો મનોરોગી બનાવે છે જેને લીધે ઉદાસીનતા ,હતાશા, અને ડિપ્રેશન આવે છે.
આ કાર્યક્રમમાં ગૃહ માતા વાલીબેન,તેજલબેન,વિધિબેન તેમજ જેઠીબેન સહિત તેમજ હોસ્ટેલ ના બહેનો બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. ટ્રસ્ટ નામેનેજિંગ દ્રષ્ટિ અર્જુનભાઈ મોઢવાડિયા, ટ્રસ્ટી ભરતભાઈ ઓડેદરા, શ્રીમતી શાંતાબેન ઓડેદરા, ભરતભાઈ વિસાણા,વર્કિંગ ટ્રસ્ટના ડો.હિનાબેન ઓડેદરા,ગોઢાણીયા મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો.કેતનભાઇ શાહ,ગર્લ્સસ્કૂલના પ્રિન્સિપાલ શ્વેતાબેન રાવલ,ઇંગ્લીશ મીડીયમ સ્કુલના પ્રિન્સિપાલ ભાવનાબેન ટ્રસ્ટના અંગત સેક્રેટરી કમલેશભાઈ થાનકીએ આ કાર્યક્રમ ને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.