મૂળ અક્ષરમૂર્તિ સદ્ ગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીના ૨૪૩માં પ્રાગટ્ય દિવસ નિમિતે પૂજન-અર્ચન-આરતી કરવામાં આવી - At This Time

મૂળ અક્ષરમૂર્તિ સદ્ ગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીના ૨૪૩માં પ્રાગટ્ય દિવસ નિમિતે પૂજન-અર્ચન-આરતી કરવામાં આવી


શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.17-02-2024ને શનિવારના રોજ દાદાને દિવ્ય વાઘા ધરાવી ફૂલોનો દિવ્ય શણગાર કરી સવારે મંગળા એવં શણગાર આરતી હૃદયપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલ સ.ગુરૂ ગોપાળાનંદસ્વામી ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના એવા મહાન સંત છે જે બ્રહ્માંડના દરેક જીવો પર સિદ્ધિઓના આશીર્વાદ અને અષ્ટાંગ યોગ દ્વારા પ્રાપ્ત અનંત ઐશ્વર્યની વર્ષા કરી રહ્યા છે શ્રી ગોપાળાનંદસ્વામીએ આ ધરતી પર વસતા દરેક પ્રાણી, પક્ષી, મનુષ્ય અને સમાજના કલ્યાણ માટે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની સાળંગપુર ખાતે સ્થાપના કરી હતી આવા વિરલ સંતની ઐશ્વર્યની અસર આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને ખાસ કરીને સાળંગપુરધામમાં જોવા મળી રહી છે.સ્વામીજીની મહાન કથાઓની પરંપરા આજે પણ આધ્યાત્મિક સાધનાના રૂપમાં સંતો અને ભક્તોના હૃદયમાં અંકિત છે આવા મહાન સંત અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદસ્વામીજીને તેમના ૨૪૩માં પ્રાગટ્ય દિવસના પાવન અવસર પર લાખ લાખ વંદન એવં હાર્દિક શુભેચ્છાઓ સવારે ૬:૩૦ કલાકે શ્રી કષ્ટભંજનદેવની મૂર્તિની સ્થાપના કરનારા શાશ્વત મૂળ અક્ષરમૂર્તિ સદ્ ગુરૂ ગોપાળાનંદ સ્વામીના ૨૪૩માં પ્રાગટ્ય દિવસ નિમિતે પૂજન-અર્ચન-આરતી અથાણાવાળા સંત મંડળ દ્વારા કરવામાં આવેલ તેમજ મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ દાદાનાશણગાર-આરતી-દર્શનનો અમૂલ્ય લ્હાવો હજારો ભકતોએ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ.
“શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુર ધામ”

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.