ગુજરાતમાં વ્‍હીકલ સ્‍ક્રેપીંગ માટેના ૩ યુનિટો સ્‍થાપવાનું આયોજન - At This Time

ગુજરાતમાં વ્‍હીકલ સ્‍ક્રેપીંગ માટેના ૩ યુનિટો સ્‍થાપવાનું આયોજન


.૧૯: રાજયના વાહન વ્‍યવહાર વિભાગે ૩ રજીસ્‍ટર્ડ વ્‍હીકલ સ્‍ક્રેપીંગ ફેસીલીટીઝ (આરવીએસએફ) અને વાહનના 'એન્‍ડ ઓફ લાઇફ' માટેના ઓટોમેટેડ ટેસ્‍ટીંગ યુનિટને મંજૂરી આપી છે.
બે ફેસીલીટીઝ ખેડામાં અને એક ભાવનગરમાં સ્‍થપાશે, એક ફેસીલીટી સ્‍થાપવાનો અંદાજીત ખર્ચ લગભગ ૧૭ કરોડ રૂપિયા થશે. દરેક ફેસીલીટી એક એકર જગ્‍યામાં ઉભી થશે.
વ્‍હીકલ સ્‍ક્રેપીંગ પોલીસી રાજયમાં બે તબક્કામાં અમલી બનશે. પેહલો તબક્કો વ્‍યાપારીક વાહનો માટે ૧ એપ્રીલ ૨૦૨૩ થી જયારે બીજો તબક્કો ૧ જૂન ૨૦૨૪ થી શરૂ થશે જેમાં ખાનગી વાહનો પણ સામેલ હશે.
૧૫ વર્ષથી જૂના વાહનો ફરજીયાત રીતે ઓટોમેટેડ ટેસ્‍ટીંગ યુનીટસમાં ટેસ્‍ટ કરાવવાના રહેશે. જો તે ફીટનેસ અને એમીઝન ટેસ્‍ટમાં કરાવવાના રહેશે. જો તે ફીટનેશ અને એમીઝન ટેસ્‍ટમાં પાસ થશે તો તેને રી-રજીસ્‍ટર્ડ કરાશે પણ જો તેને ‘એન્‍ડ ઓફ લાઇફ' તરીકે પ્રમાણીત કરાશે તો તે વાહનને ફરજીયાત ભંગારમાં મોકલવાનુ રહેશે.
અધિકારીઓએ કહ્યું કે વાહનમાં જે વાંધો હશે તે કહેવામાં આવશે અને વાહનનો માલિક તેને હજુ વાપરવા માંગતો હોય તો તેણે જરૂરી રીપેરીંગ કરાવીને ફરીથી ટેસ્‍ટ કરાવવો પડશે. ‘એન્‍ડ ઓફ લાઇફ' તરીકે સર્ટીફાઇડ થયેલા વાહન માટે વાહન માલિકને, જયાં તેનુ વાહન રજીસ્‍ટર્ડ થયુ હોય તે આર ટીઓ કચેરીમાં અપીલ કરવાની તક મળશે.
અધિકારીઓએ કહ્યું કે દરેક આરવીએસએફને વાહન પોર્ટલ સાથે લીંક કરવામાં આવશે અને ડી-રજીસ્‍ટ્રેશનના કિસ્‍સામાં ડોકયુમેન્‍ટસ અપલોડ કરવામાં આવશે જેથી સંબંધિત આરટીઓ કચેરી તેનુ રજીસ્‍ટ્રેન કેન્‍સલ કરી શકે.
ગુજરાત રોડ પર ફરતા ૩૮ ટકા અને અમદાવાદમાં ફરતા ૩૩ ટકા વાહનો ૧૫ વર્ષથી વધારે જૂના છે. આ બધા વાહનોએ ઓટોમેટેડ ફીટનેસ ટેસ્‍ટમાંથી પસાર થવુ પડશે.સ્‍ટેટ ટ્રાન્‍સપોર્ટ વિભાગના એક અધિકારીએ કહ્યું કે ૩૧ માર્ચ ૨૦૨૨ મુજબ વિભાગના અંદાજ અનુસાર, ગુજરાતમાં રજીસ્‍ટર્ડ થયેલ ૩ કરોડ વાહનોમાંથી ૧.૨ કરોડ વાહનો એપ્રીલ ૨૦૨૩માં ૧૫ વર્ષ પુરા કરશે. અમદાવાદમાં રજીસ્‍ટર્ડ થયેલા ૫૦ લાખ વાહનોમાં ૧૭ લાખ વાહનોને ૧૫ વર્ષ પુરા થશે. અધિકારી અનુસાર આમાંથી ૯ ટકા વ્‍યાપારીક વાહનો છે જેમાં સીટી અને એસ.ટી. બસો સામેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.