ધોલેરા તાલુકાના ભડીયાદ ગામે ગ્રામસભા નો બહિષ્કાર કરાયો. - At This Time

ધોલેરા તાલુકાના ભડીયાદ ગામે ગ્રામસભા નો બહિષ્કાર કરાયો.


અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ભડીયાદ ગામે ગ્રામસભા નો બહિષ્કાર કરાયો.
સરકારની સ્વામિત્વ યોજનાની માહિતી આપવા જિલ્લા જમીન દફતર કચેરીના અધિકારીઓ હાજર ન રહેતા નાગરિકો રોષે ભરાયા.
અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ભડીયાદ ગામે ગ્રામસભા નો બહિષ્કાર કરી દેવામાં આવ્યો. સ્વામિત્વ યોજના અંગેની માહિતી નહીં મળતા અને જિલ્લા જમીન દફતર કચેરીના કોઈ અધિકારી આપવા ન આવતા નાગરિકોએ ગ્રામસભા છોડી દીધી હતી.
પ્રાપ્ત આધારભૂત માહિતી અન્વયે સામાજિક કાર્યકર સહદેવ સિંહ ચુડાસમા એ જણાવ્યું હતું કે ધોલેરા ના ભડીયાદ ગામે તારીખ ૨૯/૧૨/૨૨ ના રોજ સ્વામીત્વ યોજના અંતર્ગત ગ્રામસભા નું આયોજન થયેલ જેમાં જિલ્લા જમીન દફતર કચેરીના કોઈપણ અધિકારીઓ હાજર ન રહેતા જેથી સ્વામિત્વ યોજના અંગેની કોઈ માહિતી ગ્રામજનોને નહીં મળતાં અને ભડીયાદ ગામે સ્વામિત્વ યોજના અંગેની ગાઇડ લાઇન મુજબની પ્રિસર્વે ની કોઈ કામગીરી થયેલ ના હોય ગ્રામ સભામાં ઉપસ્થિત તમામ ગ્રામજનોએ આજની ગ્રામસભાનો સામુહીક બહિષ્કાર કરેલ છે તેમ જ જ્યાં સુધી સ્વામિત્વ યોજના ના પ્રિ સર્વેના નિયમો મુજબ ગાઈડ લાઈન મુજબની કામગીરી ન થાય ત્યાં સુધી આ યોજનાની અમલવારી ભડીયાદ ગામે કરવી નહીં તેવું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.