સાબરકાંઠા જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ - At This Time

સાબરકાંઠા જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ


*નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ: કલેકટર શ્રી હિતેષ કોયા*
*********
*સાબરકાંઠા જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ*
***********
*જિલ્લાના ૧૩૨૩ મતદાન મથકો પરથી ૧૧,૦૮,૭૨૨ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે*
*********
*જિલ્લામાં ૨૮ સખી મતદાન મથકોમાં મહિલા કર્મચારીઓ કામગીરી કરશે*
******
*દરેક વિધાનસભામાં ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઉભા કરાશે*
***********
*જિલ્લામાં હિંમતનગરના માણેકકૃપા હાઇસ્કૂલ ખાતે યુવા કર્મચારી મતદાન મથકની રચના કરાશે*
********************
*જિલ્લામાં સૌથી વધુ મતદારો ધરાવતું ખેડબ્રહ્માનું ચાંગોદ અને સૌથી ઓછા મતદારો ધરાવતું હિંમતનગરનું વેજરપનો મઠ મતદાન મથક*
--
સાબરકાંઠા જિલ્લા કલેક્ટર-વ-જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી હિતેષ કોયાના અધ્‍યક્ષસ્થાને વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૨ અન્‍વયે ચૂંટણી કાર્યક્રમ અંગેની જાણકારી માટે જિલ્‍લા કલેક્ટર કચેરી-હિંમતનગર ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી.

જિલ્લામાં આદર્શ આચારસંહિતના અમલ સાથે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ હોવાનું જણાવતા જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાએ જણાવ્યું હતું કે, ચૂંટણી જાહેર થતા તા.૦૩ નવેમ્બર-૨૦૨૨થી જિલ્‍લામાં આદર્શ આચારસંહિતા અમલી બનેલ છે. જેમાં જિલ્લામાં પોસ્ટર, બેનર્સ અને હોર્ડિગ્સ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતું.

આદર્શ આચારસંહિતાના અમલમાં નિષ્‍પક્ષ રીતે ચૂંટણી કાર્યવાહી થાય તે માટે ચૂંટણી સંબંધી કોઇપણ ફરિયાદ મતદાર સંબંધી હેલ્‍પલાઇન "સી-વિઝીલ" મોબાઇલ એપથી પણ ફરીયાદ કરી શકાશે જેમાં ૧૦૦ મિનિટમાં ફરીયાદનું નિવારણ કરાશે તેમ તેમણે જણાવ્‍યું હતુ.

સાબરકાંઠા જિલ્‍લાના ચાર વિધાનસભા મતવિસ્તારોનો સમાવિષ્ટ થાય છે જેમાં હિંમતનગરમાં વિધાનસભા વિસ્‍તારમાં ૩૩૮, ઇડરમાં ૩૫૩, ખેડબ્રહ્મામાં ૩૨૭ અને પ્રાંતિજમાં ૩૦૫ મળી કુલ ૧૩૨૩ મતદાન મથકો કાર્યરત થશે. જેમાં જિલ્લાના ૫,૬૭,૩૫૩ પુરૂષ, ૫,૪૧,૩૩૭ સ્‍ત્રી તેમજ ૩૨ અન્ય એમ મળી જિલ્‍લાના કુલ ૧૧,૦૮,૭૨૨ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ તા.૦૫ ડિસેમ્‍બર-૨૦૨૨ને રોજ કરશે જેમાં ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા ૧૯,૬૮૬ જયારે ૯,૮૭૯ દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે ઉલ્લેખીયની છે કે ૩૧,૦૭૬ યુવા મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ભારતના ચૂંટણીપંચ દ્વારા વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૨ જાહેર થતાં ગુજરાતમાં બે તબક્કામાં થનાર ચૂંટણીપ્રક્રિયાની વિગતો મુજબ સાબરકાંઠા જિલ્‍લામાં ચૂંટણી અંગેનું જાહેરનામુ બહાર પાડવાની તારીખ તા.૧૦ નવેમ્‍બર-૨૦૨૨ (ગુરૂવાર), ઉમેદવારીપત્રકો ભરવાની છેલ્‍લી તા.૧૭ નવેમ્‍બર- ૨૦૨૨ (ગુરૂવાર), ઉમેદવારીપત્રકોની ચકાસણીની તા.૧૮ નવેમ્‍બર- ૨૦૨૨ (શુક્રવાર), ઉમેદવારીપત્રક પરત ખેંચવાની છેલ્‍લી તા.૨૧ નવેમ્‍બર- ૨૦૨૨ (સોમવાર) રહેશે. તા.૦૫ ડિસેમ્‍બર- ૨૦૨૨ ને સોમવારના રોજ મતદાન અને તા.૦૮ ડિસેમ્‍બર- ૨૦૨૨ (ગુરૂવાર)ના રોજ મતગણતરી થશે. ચૂંટણીપ્રક્રિયા તા.૧૦ ડિસેમ્‍બર-૨૦૨૨ (શનિવાર)ના રોજ પૂર્ણ થશે.

જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રીએ વધુમાં ઉમેર્યુ હતુ કે, ચૂંટણી ખર્ચ પર નિયંત્રણ રાખવા ફરિયાદ નિવારણ કમિટી તથા ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ રાખવા જિલ્લા ખર્ચ નિયંત્રણ કમિટીની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત વિડીયો સર્વેલન્‍સ-વ્‍યૂઇંગ, ફ્લાઇંગ સ્‍કવોડ, સ્ટેટિક સર્વેલન્‍સ, એકાઉન્‍ટીંગની ટીમ કામગીરી કરશે.

સાબરકાંઠા જિલ્લાસમાવિષ્ટ ચાર વિધાનસભાના ૨૮ મતદાન મથકો પર સંપૂર્ણ મહિલા કર્મચારીઓ ફરજ બજાવશે. જયારે હિંમતનગરના પેથાપુર, ઇડરના ચોરીવાડ, પ્રાંતિજના ઝીંઝવા અને ખેડબ્રહ્માના ખેડબ્રહ્મા શહેર મતદાન મથક સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી મતદાન મથક બનાવાશે, આ ઉપરાંત હિંમતનગરના હડીયોલ, ઇડરના નેત્રામલી, પ્રાંતિજના બાકરપુર અને ખેડબ્રહ્માના શહેરી વિસ્તારના મતદાન મથકમાં મોડૅલ મતદાન મથક ઉભુ કરાશે. તો હિંમતનગરના ડીઆઇએલઆર મતદાન મથક, ઇડરની ઇડર પ્રાથમિક શાળા, ખેડબ્રહ્માની કે.ટી હાઇસ્કૂલ અને પ્રાંતિજના મહિયલ મતદાન મથકમાં દિવ્યાંગ કર્મીઓ ફરજરત રહેશે. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના ચાંગોદ મતદાન મથકમાં સૌથી વધુ ૧૫૦૮ મતદારો જયારે હિંમતનગરના વેજલપરના મઠમાં સૌથી ઓછા ૬૭ મતદારો નોંધાયા છે.

જિલ્લાના કુલ મતદાન મથકો પૈકી ૬૬૧ મતદાન મથકોમાં વેબકાસ્ટીંગ કરાશે આ ઉપરાંત હિંમતનગરના ૮૦, ઇડરના ૮૫, ખેડબ્રહ્માના ૮૬ અને પ્રાંતિજના ૯૭ મળી કુલ ૩૪૮ સંવેદનશીલ મથકો પર સતર્કતા દાખવવામાં આવશે તેમ કલેકટરશ્રીએ જણાવ્યું હતું.

આ વિધાનસભા ચૂટણીતંત્રે નવિન પહેલ કરતા દિવ્યાંગ અને વયોવૃધ્ધ મતદારો ઘરે બેઠા મતદાન કરી શકે તે માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરાઇ છે જેમાં ફોમ નં ૧૨ ડી ભરીને આ સુવિધાનો લાભ લઇ શકશે.

જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી હિતેષ કોયાએ ચૂંટણી નિષ્પક્ષ, ન્‍યાયી, શાંતિપૂર્ણ અને સંપૂર્ણ પારદર્શી બની રહે તે માટે સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

પત્રકાર પરિષદમાં નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી દિપ્તી પ્રજાપતિ, નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદ મછાર, ચૂંટણી અને માહિતી ખાતાના સંબંધિત અધિકારી-કર્મચારીશ્રીઓ તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્‍થિત રહ્યા હતા.

જિલ્લા કુલ કેટલા મતદારો

ક્રમ

વિધાનસભા વિસ્તાર

પુરૂષ મતદારો

સ્ત્રી મતદારો

અન્ય મતદારો

કુલ મતદારો

હિંમતનગર

૧૪૨૭૯૧

૧૩૭૩૪૩

૧૮

૨૮૦૧૫૨

ઇડર

૧૪૬૨૦૬

૧૪૦૬૦૫

૦૫

૨૮૬૮૧૬

ખેડબ્રહ્મા

૧૪૪૬૯૧

૧૩૮૧૭૯

૦૫

૨૮૨૮૭૫

પ્રાંતિજ

૧૩૩૬૬૫

૧૨૫૨૧૦

૦૪

૨૫૮૮૭૯

કુલ

૫૬૭૩૫૩

૫૪૧૩૩૭

૩૨

૧૧૦૮૭૨૨ *****************************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.